Trending News
સ્થાનિક સમાચાર

આશરે ૭૫૦ કરોડના ખર્ચે રાજ્યમાં ૪૩૬૨ આંગણવાડીઓનાં વિકાસકાર્યોનો પ્રારંભ

30 October


ભુજની ત્રણ આંગણવાડીઓનો સમાવેશ : જીઆઈડીસી વસાહત ખાતે ખાતમુહૂર્ત કરાયું

ભુજ-કચ્છઉદય : રાજ્યમાં આંગણવાડીની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે આશરે રૂા. ૭૫૦ કરોડના ખર્ચે કુલ ૪૩૬૨ આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા ખાતેથી વડાપ્રધાનના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા વિસ્તારની ત્રણ આંગણવાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભુજ શહેરમાં માલધારી વાસ, ઘાંચી ફળિયું અને જીઆઈડીસી વસાહત ખાતે આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જીઆઈડીસી વસાહત ખાતે આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ સીડીપીઓ ભક્તિબેન ગઢવી, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંત ઠક્કર, નૈનીતાબેન, આંગણવાડી કેન્દ્રની બહેનો તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી કેન્દ્રોના નિર્માણથી બાળકોને સુવિધાયુક્ત વાતાવરણમાં પાયાની સંભાળ અને પ્રારંભિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનશે. 
-----

Comments

COMMENT / REPLY FROM