Trending News
સ્થાનિક સમાચાર

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે રોટરી ક્લબનો પ્રયાસ : નિઃશુલ્ક માર્ગદર્શન અને પરામર્શ અપાશે

30 October


ટોક ટુ ટીન્સ પ્રકલ્પ અંતર્ગત દર રવિવારે નિષ્ણાંતો દ્વારા વેબિનારનું આયોજન 


ભુજ-કચ્છઉદય : રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર વેસ્ટ વિદ્યાર્થીઓના સાયકોલોજિકલ સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે. જેને અનુલક્ષીને “ટોક ટુ ટીન્સ” પ્રોજેક્ટ અંતર્ગત સાયકોલોજીકલ ઓનલાઈન કાઉન્સેલિંગ તથા ઓનલાઇન વેબિનાર તા. ૧-૧૧-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮  થી ૧૦ દરમિયાન રાખેલ છે અને તે હવે પછી નવેમ્બર મહિનાના દર રવિવારે એ જ સમયે યોજવામાં આવશે. જે કોઈપણ વિદ્યાર્થી માટે ઓનલાઈન માધ્યમથી રહેશે. આ ટોક ટુ ટીન્સ પ્રોજેક્ટમાં ગુજરાતના ખ્યાતનામ સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોષી તથા ડો દામિની રાણે - મનોચીતીષ્ક ન્યુ મુંબઈ પોતાની સેવા આપશે. તેમ શ્રુતી ધરમશી દ્વારા જણાવવામાં આવ્યું છે. 
મીડિયા સાથે વાત કરતા ડો.દામિની રાણે જણાવ્યું કે આજનો યુવા વર્ગ વ્યાપક પ્રમાણમાં તણાવ, સ્ટ્રેસ, વિજાતીય આકર્ષણ તથા મનોવૈજ્ઞાનિક તકલીફોનો ભોગ બન્યો છે. સ્પર્ધાત્મક જિંદગી, રોજગારીની ઓછી તકો, આવકના ઓછા સ્ત્રોત તથા રોજબરોજના તણાવના કારણે તે એક પ્રકારની ડિપ્રેશનની સ્થિતિમાં જીવવા લાગ્યો છે. આ ઉપરાંત અલગ પ્રકારના એડિક્શન, લવ ફેલ્યોર તથા બ્રેકઅપના કારણે પણ કોલેજ જતા યુવાનોમાં તણાવ ઉદ્‌ભવે છે તથા “સાયકોલોજીકલ ડિસઓર્ડર” જેવી સમસ્યાઓનો ભોગ બને છે. આ પરિસ્થિતિને સંપૂર્ણ સમજવા, કારણો તથા મેનેજમેન્ટ માટેનો મનોવૈજ્ઞાનિક વેબિનાર કચ્છની કોઈ પણ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આગામી રવિવારે રાખેલ છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ૯૩૭૪૦૪૪૩૪૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. સમયાંતરે દર રવિવારે અલગ અલગ ટોપિક પર કાઉન્સેલિંગ યોજાશે. વિદ્યાર્થી દ્વારા અપાયેલ દરેક માહિતી ગોપનીય રખાશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા જ્યોતિ ડોંગરે, સુંદર કૃષ્ણન અને શ્રુતિ ધરમશી જહેમત ઉઠાવી રહ્યા છે. 
------

Comments

COMMENT / REPLY FROM