Trending News
સ્થાનિક સમાચાર

પીએમ કિસાન સન્માન નિધિ ખેડૂતોના સન્માન અને સશક્તિકરણ માટેની મહત્વપૂર્ણ પહેલ છે : પ્રદ્યુમનસિંહ જાડેજા

30 October


નિરોણા ખાતે અબડાસાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો


નખત્રાણા - કચ્છઉદય : દેશભરમાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂત પરિવારોને યોજનાના ૨૪મા હપ્તા પેટે રૂ. ૨,૦૦૦ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરાવી હતી. આ અવસરે નખત્રાણા તાલુકાના નિરોણા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભીલડી, બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાનશ્રીના સંબોધન તથા સહાય વિતરણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓના માધ્યમથી દેશના ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર અન્નદાતાને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના નથી, પરંતુ ખેડૂતોના સન્માન અને તેમના સશક્તિકરણ માટેની મહત્વપૂર્ણ પહેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નર્મદાના નીરથી આપણા વિસ્તારની ખેતી અને વિકાસની દિશામાં પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે ખેડૂતોને નવી તકો મળી રહી છે.
આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે ૫ ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી હુકમોનીં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર પ્રગતિશીલ ૯ ખેડૂતોનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM