રાપરના કાનપર પાસેથી ફોર્ચ્યુનર કારમાંથી રૂા. ૬.૪૮ લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
રાપરમાં લાંબા સમય બાદ એલસીબીએ દારૂ પર રેડ કરી અને બોલાવી તવાઈ, વહીવટદાર બદલાયો અને દારૂની હેરફેર પર ધોંષ શરૂ થઈ ગઈ..!
કાર મૂકીને ચાલક ફરાર, ત્રણ સામે ગુનો
રાપર : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાપરના કાનપર ગામના શ્મશાન પાછળના ખેતરમાં બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ફોર્ચ્યુનર ગાડી (ય્ત્ન-૧૮-મ્-૨૫૦૨) નો ચાલક પોતાની ગાડીમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ મિલીની ૪૭૦૦ બોટલ તથા ૭૫૦ મિલીની ૧૦૮ બોટલ (કુલ કિંમત રૂા. ૬,૪૮,૫૨૦) ભરીને હેરાફેરી કરતો હતો, જે પોલીસને જોઈને ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. આ પ્રકરણમાં મનજી માવજી કોલી (રહે. રાપર), પરબત દેવા ભરવાડ (રહે. રાપર) તથા ગંગારામ વેરશી કોલી (રહે. ફતેહગઢ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments