Trending News
સ્થાનિક સમાચાર

રાપર માં પોલીસની સરપ્રાઇઝ તવાઇથી અસામાજિક તત્વોમાં ફફડાટ

26 October


રાપર : પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લાના રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા તથા અસામાજિક તત્વો, પ્રોહિબિશન (દારૂ) અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાના હેતુથી ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા સઘન ‘સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ’ હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાના સુપરવિઝન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા દ્વારા ભચાઉ ડિવિઝનની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ કામગીરીમાં ૧ નાયબ પોલીસ અધિક્ષક, ૪ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ૫૨ પોલીસ કર્મચારીઓ મળી કુલ ૬૧ અધિકારીઓ અને કર્મચારીઓના કાફલાએ સમગ્ર રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીથી ગુનાહિત અને અસામાજિક માનસિકતા ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



....................

કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન થયેલી મુખ્ય કામગીરી 

ગાંધીધામ : પોલીસ કાફલા દ્વારા અગાઉ ચોરી તથા પ્રોહિબિશન જેવા ગુનાઓમાં પકડાયેલા ઇસમો, અસામાજિક તત્વોના મકાનો, હોટલો, એટીએમ, બસ સ્ટેશન તથા અવાવરુ જગ્યાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.


................

કેસ અને દંડનીય કાર્યવાહી


ગાંધીધામ : જી.પી. એક્ટ ૧૩૫ઃ ૦૪ કેસ,     એમ.વી. એક્ટ ૧૮૫ઃ ૦૨ કેસ,   બી.એન.એસ. કલમ ૨૮૧ઃ ૦૧ કેસ,     બી.એન.એસ. કલમ ૨૮૩ઃ ૦૧ કેસ,     જાહેરનામા ભંગઃ ૦૧ કેસ,    વાહન ડિટેઇન (એમ.વી. એક્ટ કલમ ૨૦૭)ઃ ૦૧ વાહન,    એમ.વી. એક્ટ એન.સી. કેસઃ ૩૧,   સ્થળ દંડઃ રૂ. ૭,૭૦૦/- ની વસૂલાત, ચેકિંગ અને હિસ્ટ્રીશીટરો પર નજરઃ   વાહન ચેકિંગઃ ૧૩૪ વાહનોનું ચેકિંગ, લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર ચેકઃ ૪૪, એમ.સી.આર.  ચેકઃ ૭૯,   અસામાજિક તત્વોઃ ૩૫ ઇસમોનું ચેકિંગ,    શંકાસ્પદ ઇસમોઃ ૧૫ ઇસમોની પૂછપરછ/ચેકિંગ,    જાણીતા જુગારીઓઃ ૧૨ ઇસમો ચેક કરાયા, એચ.એસ. ચેકઃ ૧૦, અન્ય સ્થળોનું ચેકિંગઃ ૦૮ અવાવરુ જગ્યાઓ, ૧૦ બસ સ્ટેશન/એટીએમ/હોટલ-ધાબા, તથા ૦૭ દંગા-પડાવોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM