ઢોરી ગામ ખાતે "તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ" અને આયુષ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ અને જનસેવા કેમ્પ યોજાયો
ભુજ - કચ્છઉદય : તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ - કચ્છ અને આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ઢોરી ગામ ખાતે નિઃશુલ્ક તબીબી તપાસ તેમજ ટ્રસ્ટ પ્રમુખ હિતેશભાઈ ખંડોરની ટીમ દ્વારા વિકસિત ભારત જન સેવાલય- ગુજરાત સરકારની વિવિધ જનસેવા યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન અને ફોર્મ ભરી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, ઢોરી સરપંચ જશીબેન ગોપાલભાઈ કાગી, જિલ્લા પંચાયત સદસ્ય રાજેશભાઈ કાગી, માજી તાલુકા પંચાયત સદસ્ય ભુરાભાઈ બત્તા, ધનજી મેરિયા, કાનજી રામજી પટેલ, દેવકરણ ગાગલ, સુરેશ છાંગા, લાખના ચાડ, સુરેશ બતા, હીરાભાઈ ચાડ, જેરામ કાપડી, કિરણ સોની, પ્રવીણ વારોત્રા, ધનજી બીજલ, સવાભાઇ, કાનજી ચાડ, અમીન જુણેજા, વાલજીભાઈ ડાંગર, દામજી વારોત્રા, હરિભાઈ વારોત્રા, અબ્દુલ્લા સમેજા તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઢોરી ગામનાકૃષ્ણા મંદિર, સીએચસી સેન્ટરખાતે યોજાયેલા આ લોકઉપયોગી કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આરોગ્ય તપાસ અને સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં દર્દીઓની ઉત્તમ આરોગ્ય ચકાસણી માટે આયુષ હોસ્પિટલની નિષ્ણાત ડૉક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી, જેમાં ડૉ. કમલ કવા, ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલા, ડૉ. અરૂણ શંકરે પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પ દરમિયાન દર્દીઓ માટે નિઃશુલ્ક દવાઓ, બ્લડ શુગર ટેસ્ટની સુવિધા પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી.
ટ્રસ્ટના પ્રમુખશ્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ દેશ અને રાજ્યના અંતિમ છોડના માનવી સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો અમારો સંકલ્પ છે. જિલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ જોધાણીએ જણાવ્યું હતું કે, તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ હિતેશભાઈ ખંડોર દ્વારા સમગ્ર કચ્છમાં આરોગ્ય, જીવદયા, શૈક્ષણિક તેમજ સરકારી યોજનાઓની સેવાઓ દ્વારા અનેકવિધ લોક ઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
વિકસિત ભારત જન સેવાલય દ્વારા ગુજરાત સરકારની વિવિધ જનસેવા યોજનાઓ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ ખંડોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સ્થળ પર જ માર્ગદર્શન, ફોર્મ વિતરણ અને રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે મયુરભાઈ જોશી તેમજ આયોજનને સફળ બનાવવા પુનીત સોરઠીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઈશ્વરગર ગુસાઇ, વિરલભાઈ ગોર, રણછોડ આહીરે જહેમત ઉઠાવી હતી.
---------

Comments