Trending News
સ્થાનિક સમાચાર

ટપ્પર ડેમનો પંપ બગડતાં પાણી પુરવઠો ખોરવાયો

19 October



ગાંધીધામ - કચ્છ ઉદય : કંડલા કોમ્પલેક્ષની જીવા દોરી કહી શકાય તેવા ટપ્પર ડેમની પાણીની લાઈનનો પંપ બગડી જતો ખોટીપો સર્જાય છે. ટપ્પર ડેમ ખાતે મુખ્ય પાણીનો પંપ બગડી જતાં પાણી પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે. તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. પુરવઠો ફરી શરૂ થતાં એકથી બે દિવસ લાગી શકે છે. નગરપાલીકાના જવાબદારોએ વિગતો આપતા જણાવ્યુ કે, રામબાગ ટાંકા, ટપ્પર ડેમ અને વરસામેડી સંપની સ્થિતિની જાણકારી મેળવી સંબંધિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ અંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સાથે પણ વાતચીત કરવામાં આવી છે. કમિશનર અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને વહેલી તકે પાણી પુરવઠો શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
જગજીવન ટાંકા ખાતે પણ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરથી પાણીનો પુરવઠો શરૂ ન થાય ત્યાં સુધી સમસ્યા યથાવત્‌ રહેવાની શક્યતા છે. આથી આજે પાણી નહીં મળે તેવી સ્થિતિમાં નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ પાણીનાં ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા અપીલ કરાઈ છે. આજે અથવા આવતીકાલ સુધીમાં પુરવઠો પૂર્વવત્‌ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પાણીની અછતથી થતી અસુવિધા બદલ દિલગીરી પણ વ્યક્ત કરાઈ છે.

Comments

COMMENT / REPLY FROM