પૂર્વ કચ્છના આડેસર- ભીમાસર પટ્ટામાં SMC નો મોટો ધડાકો : ૬૦૦થી વધુ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો
કટારીયા દારૂકાંડની શાહી સુકાઈ નથી ત્યાં
બુટલેગરનો ફોન કબ્જે લેવાતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે દોડધામ; બંદોબસ્તનો લાભ ઉઠાવી ઘૂસાડાતો હતો દારૂનો જથ્થો
હવે કોના પર સસ્પેન્સનની લટકતી તલવાર ?
ગાંધીધામ : કટારીયામાં લાખો રૂપિયાના વિદેશી દારૂકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પૂર્વ કચ્છ વિસ્તારમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાથી બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે. આડેસર નજીક આવેલા ભીમાસર ગામ સમીપેથી SMCની ટીમે દરોડો પાડીને એક રહેણાંક મકાનમાંથી ૬૦૦થી વધુ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની વાત સામે આવવા પામી રહી છે. એસએમસી દ્વારા આ દરોડો પાડવામા આવ્યો હોવાના પગલે સ્થાનિક ખાખીમાં ભારે દોડધામ મચી ગઈ છે. તો વળી બુટલેગરોના વહીવટદારોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ રહ્યો હોવાનો વર્તારો શરૂ થયો છે. દારૂ પકડાયો અને મુદા-માલ ઘણવા સહિતની પ્રક્રીયા હાલમાં ચાલી રહી હોવાથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહીતી ખુલવા પામી રહી છે. ઘણવા સહિતની પ્રક્રીયા હાલમાં ચાલી રહી હોવાથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહીતી ખુલવા પામી
રહી છે.
.................
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કરાવે ઘનિષ્ઠ તપાસ?ઃ પુનાને પૂરેપૂરી માહિતી આપનાર
પાડોશી ધર્મ કોણ નિભાવે છે?
ગાંધીધામ : પૂર્વ કચ્છ અને બોર્ડર રેન્જ પંથકમાં દારૂ અને ગેરકાયદે કારોબારના નેટવર્કને ડૂબામણમાં લેવા માટે પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે પોલીસની રેડ પડે તે પહેલા જ કુખ્યાત બુટલેગર પુના અને તેની ગેંગ સુધી અગાઉથી જ બાતમી પહોંચી જતી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.સ્થાનિક સ્તરે એવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે, "પુનાને પૂરેપૂરી માહિતી પાસ કરનાર આંતરિક બાતમીદાર કે ’પાડોશી ધર્મ’ નિભાવનાર ગદ્દાર કોણ છે?" પોલીસ વિભાગની અંદર બેસીને જ આ કુખ્યાત શખ્સને અગાઉથી જ એલર્ટ કરી દેવામાં આવતો હોય તેવી પ્રબળ શંકા સેવાઈ રહી છે. જો પોલીસના જ કેટલાક સાગરિતો કે બાતમીદારો આ પ્રકારે અંદરખાનેથી ફૂટ પાડીને ગુનેગારોને સાથ આપતા હોય, તો પોલીસની સઘન મહેનત પર પાણી ફરી વળે છે.આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે લોકમુખે અને વેપારી વર્તુળોમાં એવી માંગ પ્રબળ બની છે કે, કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી.શ્રી દ્વારા આ મામે જાતે ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવે.પુના જેવા કુખ્યાત શખ્સને કોનું રક્ષણ કે કવચ પ્રાપ્ત છે અને ખાખી વર્દીની આડમાં તેને કોણ છાવરી રહ્યું છે, તેવા તમામ ચહેરાઓનો પર્દાફાશ થાય તે સમયની તાતી માંગ છે.
......................
ગુના ડિટેક્શનમાં ગુજરાતમાં નંબર વન પૂર્વ કચ્છ એસ.પી. પુનાનું નેટવર્ક તોડવામાં કેમ નિષ્ફળ? - એક યક્ષ સવાલ!
* ઉત્કૃષ્ટ કામગીરીઃપૂર્વ કચ્છના વર્તમાન એસ.પી. સાગર બાગમારની આગવી કોઠાસુઝ અને ઝડપી ગુના ડિટેક્શનની રાજ્ય સ્તરે નોંધ લેવાય છે. * બુટલેગરોનું બેફામ નેટવર્કઃ કચ્છમાં દારૂનું નેટવર્ક ધમધમાવનાર પુના-રામા-અનૂપની ટોળકીનું નામ માત્રથી જ સક્રિય હોવાની ચર્ચા છે. * ગંભીર ગુનો અને ફરાર આરોપીઃ પોલીસના બાતમીદારની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ફરાર થયેલો પુનો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. * શું પુનો આબાદ ફરી રહ્યો હોવાને કારણે જ કચ્છમાં દારૂના કન્સાઇનમેન્ટ્સ બેરોકટોક ઉતરી રહ્યા છે?
ગાંધીધામ : રાજ્યભરમાં અલગ-અલગ બનેલા ગંભીર ગુનાઓના ઝડપી અને કુશળ ઉકેલ લાવવામાં પૂર્વ કચ્છના એસ.પી. સાગર બાગમાર હંમેશાં અગ્રેસર રહ્યા છે.
પોતાની આગવી કાર્યશૈલી અને કોઠાસુઝના બળે તેમણે અનેક પેચીદા કેસોને ઉકેલીને રાજ્ય પોલીસ બેડામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના કારણે ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર પણ તેમની કામગીરીની સરાહના કરતી રહી છે.પરંતુ બીજી બાજુ, કચ્છની અંદર દારૂના મોટા નેટવર્કને ધમધમાવનાર
‘પુના-રામા- અનૂપ’ની કુખ્યાત ટોળકી સામે કાર્યવાહીના મામે સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ગેંગના મુખ્ય સાગરિત પુનાએ
પોલીસના કથિત બાતમીદારની અત્યંત
ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને તેમ છતાં તે આજે પણ કાયદાની
પકડથી બહાર ફરકી રહ્યો છે. આટલો ગંભીર ગુનો આચર્યા
પછી પણ એસ.પી. કક્ષાના અધિકારીની ટીમ દ્વારા
પુનાને ઝડપી ન શકાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે જો મુખ્ય આરોપી જ આ પ્રકારે આઝાદ ફરી રહ્યો હોય, તો તેની સાૂન્ય અસર કચ્છમાં બેફામ આવતા દારૂના કન્સાઇનમેન્ટ્સ પર પડી રહી છે. માત્ર નીચલા સ્તરે બીટ જમાદારો કે નાના કર્મચારીઓનો ભોગ લેવાને બદલે આ પાછળના અસલી ‘વહીવટદારો’ અને માફિયાઓ કોણ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત આવશ્યક બની
ગઈ છે.
...................
આડેસર પીઆઈ જે.બી.આચાર્યને લીવરિઝર્વમાં મુકાયા : ડી-સ્ટાફ પણ વિખેરાયો : એલસીબીમાંથી કોનો વારો?
આ પુનો કેટલા પોલીસનો ભોગ લેશે? કેમ આવા પાપીને બોધપાઠ શીખવાડાતો નથી? આ પૈસા શું કામના? ભાઈઓના ભોગ લેવાય છે અને અમુક પાપીઓ તેને મદદ કરે છે.?
આડેસર પોલીસ સ્ટેશનના નવા PI તરીકે બી.વી. બોરીસાગરની નિમણૂક;SOG ના PI એમ.સી. વાળાને સાયબર ક્રાઈમનો વધારાનો ચાર્જ
ગાંધીધામ : એકતરફ એસએમસીએ દારૂની મોટી રેડ આડેસર-ભીમસર પટ્ટામાં પાડી છે ત્યારે બીજીતરફ આ જ વિસ્તારમાં પૂર્વ કચ્છ
પોલીસ વિભાગમાં તાત્કાલિક અસરથી વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI જે.બી. આચાર્યની જાહેરહિતમાં લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PI બી.વી. બોરીસાગરની આડેસર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, SOG શાખાના PI એમ.સી. વાળાને બીજો હુકમ ન થાય ત્યાં સુધી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થઈ ચાર્જ સંભાળવા આદેશ આપવામાં આવ્યા છે. જાણકારોના જણાવ્યા અનુસાર આડેસરનો આખેઆખો ડી સ્ટાફ પણ વિખેરવામા આવી
ગયો છે.
.....................
પોલીસ બંદોબસ્તનો ગેરલાભ ઉઠાવતી બુટલેગર લોબી.!
ગાંધીધમા : હાલમાં પોલીસ કાફલો વિવિધ બંદોબસ્તમાં રોકાયેલ હોવાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને બુટલેગરો દ્વારા દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.જીસ્ઝ્રની આ બુલંદ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હાલમાં જીસ્ઝ્ર દ્વારા ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર નેટવર્કનો
પર્દાફાશ કરવા કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી છે.
...................
પુનાના ફોલ્ડરીયા હરદેવ-મેંદાનો દારૂ હોવાની આશંકાઃ
પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચશે ?
પૂર્વ કચ્છ પોલીસે મહિનાઓ પહેલા જ હરદેવને દારૂના કેસમાં ઝડપી પાડ્યો હોવાની છે ચર્ચા : મેદો કોનો માણસ છે?” તેની તપાસ થાય તો શું આખી કડીના તાર કુખ્યાત પુના સુધી લંબાશે? એકસાથે પકડાઈ જવાના ડરથી
પુનાએ પોતાના નેટવર્કને છૂટીછવાઈ જવાબદારીઓ સોંપીને અલગ-અલગ વિસ્તારો વહેંચી દીધા છે.
ગાંધીધામ : પૂર્વ કચ્છ પંથકમાં દારૂના ગેરકાયદે કારોબારને લઈને અવારનવાર નવા ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં પકડાયેલ દારૂના જથ્થા પાછળ ફોલ્ડરીયા વિસ્તારના હરદેવ અને મેંદાની સંડોવણી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પૂર્વ કચ્છ પોલીસે થોડા સમય અગાઉ જ હરદેવને દારૂના એક કેસમાં ઝડપી લીધો હતો, તેમ છતાં આ નેટવર્ક ફરીથી સક્રિય થવાથી પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.તપાસમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે કે આ ‘મેદો’ અસલમાં કોનો માણસ છે અને કોના ઇશારે આ બધું ચલાવે છે, તો આ નેટવર્કના મૂળ સીધા ફરાર બુટલેગર પુના સુધી લંબાઈ શકે તેમ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કુખ્યાત પુનાએ
પોલીસ પકડથી બચવા અને એક જ ઝાટકે આખું નેટવર્ક પકડાઈ ન જાય તે માટે એક ચોક્કસ વ્યૂહરચના અપનાવી છે. તેણે પોતાના સમગ્ર નેટવર્કને છૂટીછવાઈ જવાબદારીઓ સોંપી દીધી છે અને અલગ-અલગ શખ્સોને જુદા-જુદા વિસ્તારો સોંપીને દારૂનું કાળું કારોબાર ચલાવવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસ આ દિશામાં કેટલી સક્રિયતા દાખવે છે અને મુખ્ય સૂત્રધાર સુધી ક્યારે પહોંચે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
........................
SMC ની કાર્યવાહીની હાઈલાઈટસ..!
* ૬૦૦થી વધુ દારૂની પેટીઓ કબ્જેઃ રહેણાંક મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ કરીને છુપાવવામાં આવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. * એક આરોપીની અટકાયતઃ સ્થળ પરથી દારૂના કારોબાર સાથે સંકળાયેલા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. * બુટલેગરનો મોબાઇલ કબ્જે - સ્થાનિક પોલીસમાં દોડધામઃ દરોડા દરમિયાન આરોપી બુટલેગરનો ફોન જીસ્ઝ્રના હાથમાં આવી જતાં, તેમાં રહેલા કોલ ડિટેલ્સ અને સંપર્કોના કારણે પૂર્વ કચ્છ પોલીસની મુખ્ય શાખા સહિત સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર અને દોડધામ મચી ગઈ છે.
............

Comments