શ્રીજી વિદ્યાલયમાં પ્રી-નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી
ભુજ - કચ્છઉદય : માધાપર સ્થિત શ્રીજી વિદ્યાલય ખાતે કે.જી.થી ધોરણ-૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રી-નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ગરબા અને નવરાત્રિના સાંસ્કૃતિક રંગને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંગીત મંડળની તાલબદ્ધ રજૂઆતો સાથે સમગ્ર વાતાવરણ ગરબામય બની ગયું હતું. વિવિધ જૂથોમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ગરબાની રમઝટ બોલાવી હતી. શ્રેષ્ઠ ખેલાડી તેમજ આકર્ષક વેશભૂષા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે માતૃછાયા પ્રાથમિક શાળાના આચાર્ય પંકજબેન રામાણી, શ્રીજી પબ્લિક સ્કૂલનાં રક્ષાબેન જોષી, જીનલબેન ગુસાઈ તથા સ્થાપત્ય નિષ્ણાત વિવિધાબેન પટવા જોડાયા હતા. સંસ્થાના પ્રમુખ સંજયભાઈ મહેતા, મંત્રી આનંદભાઈ લોદરિયા તથા ટ્રસ્ટી વિપુલભાઈ ગણાત્રાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ટ્રસ્ટી જીગ્નેશભાઈ શાહ, શિક્ષણ નિયામક વિપુલભાઈ મહેતા, આચાર્ય ગોપીબેન ત્રિવેદી તથા કે.જી. વિભાગનાં મીનાબેન સોની, રીતુબેન ભટ્ટ અને લતાબેન વાગડીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દિપાબેન ગજ્જર, વાસંતીબેન રામ, ધર્મેન્દ્રભાઈ પટેલ, પ્રવિણભાઈ, અશ્વિનભાઈ લાછાણી, કેતન લાખાણી સહિત સમગ્ર શિક્ષકગણ અને સ્ટાફે આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
-------

Comments