- તો ગુજરાત ભાડા વિધેયક સામે સરકારને પાછીપાની કરવાની નોબત ન આવી હોત.! પ્રબુદ્ધવર્ગનો તીખો ટોણો
ભાજપનો અભ્યાસુ લીગલ -એડવોકેટ સેલ જાગૃત રહ્યો હોત...!
સિવિલ કોર્ટના ધારાશાસ્ત્રીઓના તીવ્ર વિરોધ બાદ સરકારે બેઠક યોજવાની હામી ભરી અને હાલતુરંત કાયદાનો અમલી ન બનાવી પણ ખાત્રી આપી, રાજયપાલ સહી નહી કરે તેમ જણાવ્યુ છે, પરંતુ અહી સવાલ એ થાય છે કે સિવિલ કોર્ટના વકીલોએ ધરણા યોજયા, વિરોધ નોધાવ્યો બાદ આ નિર્ણય લેવાયો છે, પરંતુ શું ભાજપમાં લીગલ સેલ કાર્યરત છે- એડવોકેટ સેલ સક્રીય છે તો પછી તેઓએ પક્ષના સંગઠનમાં જવાબદારોને સમયસર કેમ ધ્યાન ન દોર્યુ ંકે આ વિધેયક લાવતા પહેલા વકીલોને વિશ્વાસમાં લેવા જોઈએ, વકિલોનો મત-રજુઆત સાભળવી જોઈએ, પછી જ આગળ સંવૈધાનિક રીતે વધવુ જોઈએ? વિધેયક પસાર થતી વખતે ભાજપનું લીગલ સેલ નિષ્ક્રિય કેમ રહ્યું? પક્ષમાં ચર્ચાનો દોર
હવે નકકી થઈ ગયું છે કે ભાજપ પર અધિકારીઓનો કબ્જો છે, નહી તો આવા કાયદા લાવતા પહેલા પક્ષમાં કઈક વિદ્વાન-અભ્યાસુ-તજજ્ઞ વકીલો પણ છે, તેમને પણ વિશ્વાસમાં લીધા નથી, ફકત અધિકારઓની મિલકતની સલામતી માટે જ આ કાયદો અધીકારી વર્ગએ બનાવ્યો હતો : જો પક્ષમાં રહેલા વિદ્વાન વકીલો અને કાર્યકરોની આ કાયદો લાવતા પહેલા સલાહ લીધી હોત, તો આવી બેવકુફી ન થાત, વકીલાત વર્ગ પણ કાયદાથી નારાજ થઈ ગયો તો હવે પક્ષના જવાબદારો જાગેને કાયદા લાવતા પહેલા કાર્યકરોને વિશ્વાસમા લેવાનુ રાખે, નહી તો નારાજગી વધતી જ જશે..!
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ‘ગુજરાત ભાડા વિધેયક’ નો સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રો અને ખાસ કરીને સિવિલ કોર્ટના ધારાશાસ્ત્રીઓ તથા વકીલ મંડળો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વકીલોના સતત વિરોધ અને નારાજગીને પગલે આખરે રાજ્ય સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લેવી પડી છે અને વકીલ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળવાની હામી ભરવી પડી છે. એટલુ માત્ર જ નહી પણ સરકાર હાલ તુરંત આ બીલને અમલી નહી બનાવાય અને રાજયપાલશ્રી પણ તેનાપર સહી નહી કરે તેવી પણ જાહેરાત કરવાની નાબેત આવી ગઈ છે. આવા સમયે પ્રબુદ્ધવર્ગ રીતસરનો સવાલ કરી રહ્યા છે કે, સરકાર ભાજપની છે અને ભાજપ શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી છે તેમાં વિવિધ સેકડો વિભાગો બનેલા છે ત્યારે લીગલ-ધારાશાસ્ત્રીઓનો પણ એક વિભાગ બનેલો છે. તો જયારે આ વિધેયકને લાવવાની વાત હાલતી હતી ત્યારે જ પક્ષના જવાબાદરોને સંગઠનમાં આ લીગલ સેલ દ્વારા કેમ ધ્યાન દોરવામાં ન આવ્યુ..! આ લીગલ સેલ તે વખતે સરકાર-સંગઠનને સલાહ કેમ ન આપી કે આ પ્રકારના વિધેયકને લાવતા પહેલા સિવિલ કોર્ટના વકીલો સાથે બેઠક યોજવી જોઈએ અને તેમનો પણ મત-રજુઆતને સાંભળવી જોઈએ નહી તો સરકારને સબંધિત અસરકર્તાઓના રોષ વેઠવાનો પણ વારો આવી શકે છે? આવી સલાહ અપાઈ નહી કે પછી અપાઈ હતી પણ મનાઈ નથી? કે પછી આ સલાહ આપવાની કોઈએ હિમંત જ નથી કરી?
આ સમગ્ર વિવાદ વચ્ચે ભાજપના જ અંતરંગ વર્તુળો અને રાજકીય વિશ્લેષકોમાં મોટો સવાલ એ ઊભો થયો છે કે, જ્યારે સિવિલ કોર્ટના ધારાશાસ્ત્રીઓ
પોતાના હક અને કાયદાકીય વિસંગતતાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, ત્યારે ભાજપનું પોતાનું ‘લીગલ સેલ’ શું કરી રહ્યું હતું? સરકારને કેમ પૂર્વચેતવણી ન અપાઈ?ભાજપના લીગલ સેલમાં અનેક અનુભવી, તજજ્ઞ અને સિનિયર ધારાશાસ્ત્રીઓ સામેલ છે. જ્યારે આ વિધેયક પસાર થઈ રહ્યું હતું ત્યારે જ તેનાથી કેવા ઘાત-પ્રત્યાઘાતો પડશે તે અંગે જવાબદારોનું ધ્યાન દોરવાની જવાબદારી લીગલ સેલની હતી.જો શિસ્તબદ્ધ પક્ષ તરીકે લીગલ સેલે સમયસર
સિવિલ કોર્ટના ધારાશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી, તેમને વિશ્વાસમાં લીધા હોત અને સરકારને યોગ્ય સલાહ આપી હોત તો આજે સરકારને બેકફૂટ પર આવવાનો વારો ન આવ્યો હોત.હાલમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું સરકારમાં બેઠેલા નેતાઓ ભાજપના જ લીગલ સેલની વાત નથી માનતા કે પછી લીગલ સેલ દ્વારા
ઈરાદાપૂર્વક કોઈ સલાહ આપવામાં આવી નહોતી? ગમે તે હોય,
પરંતુ જો ભાજપના કાયદાકીય વિભાગે સમયસર કામગીરી કરી હોત તો સરકારની છબી ખરડાતા ગુજરાત ભાડા અધિનિયમના વિષયમાં બચી શકી હોત.

Comments