Trending News
સ્થાનિક સમાચાર

કોઠારા વ્યાજ વિષચક્ર કેસ : આતંકી કડી - હવાલા નેટવર્ક અંગે ‘જોઇન્ટ ઇન્ટ્રોગેશન’ કેમ ન થાય?

07 October



પશ્ચિમ કચ્છ SP ની ટીમની સફળ કામગીરીથી કરોડોના કાળા કારોબારનો પર્દાફાશઃ સોનું, રોકડ અને જમીનોના દસ્તાવેજો કબ્જે : એક ફરિયાદ બાદ અન્ય ૩ ફરિયાદો દાખલઃ નાપાક આતંકી કડીઓ અને હવાલા લિંકની આશંકા વચ્ચે તમામ સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓ સાથે મળી પૂછપરછ કરવી જ ઘટે

ગાંધીધામ : અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં ચાલી રહેલા વ્યાજના ભયાનક વિષચક્ર અને ગેરકાયદે નાણાકીય નેટવર્ક સામે પશ્ચિમ કચ્છ પોલીસ વડાની ટીમે લાલઆંખ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કેસમાં બે મુખ્ય શખ્સોને ઊંચકી લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં જ કરોડના વ્યાજ વટાવના કાળા કારોબારનો ભોપાળો બહાર આવ્યો છે. એક પ્રાથમિક ફરિયાદ બાદ ગણતરીના દિવસોમાં જ પીડિતો દ્વારા વધુ ૩ ફરિયાદો નોંધાવવામાં આવી છે, જે દર્શાવે છે કે આ નેટવર્કના મૂળિયાં કેવાં ઊંડાં વિસ્તરેલાં હતાં.પ્રથમ ફરિયાદના આધારે ઝડપાયેલા બંને આરોપીઓના કબજામાંથી પોલીસે કાયદેસરની દરોડા પાડીને મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાંઃ મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના,  લાખો રૂપિયાની રોકડ રકમ, વ્યાજના બદલામાં ગેરકાયદેસર રીતે પોતાની નામે લખાવી લીધેલી જમીનોના અસલ દસ્તાવેજો અને પ્રોમિસરી નોટો. આ તમામ પુરાવાઓ સાબિત કરે છે કે વ્યાજખોરોએ સામાન્ય અને ગરીબ નાગરિકોની મિલકતો પળાવી લેવાનું મસમોટું નેટવર્ક ગોઠવ્યું હતું.માત્ર સ્થાનિક વ્યાજવટાવ નહીં, પરંતુ આ કૌભાંડમાં નાણાંની હેરફેર અને મૂળ સ્ત્રોતને લઈને નાપાક આતંકી કડીઓ અને ગેરકાયદેસર હવાલા નેટવર્ક જોડાયેલું હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે. કચ્છ દેશનો સરહદી અને સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે આટલી મોટી માત્રામાં રોકડ અને સંપત્તિનું ટ્રાન્ઝેક્શન દેશની આંતરિક સુરક્ષા સામે પણ મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.આવા અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસમાં માત્ર સ્થાનિક પોલીસ તપાસ પૂરતી મર્યાદિત રહેવાના બદલે, દેશની અને રાજ્યની તમામ ટોચની સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓ કરવામાં આવે તે સમયની માગ છે.સુરક્ષા નિષ્ણાતોના મતે, જો તમામ એજન્સીઓ સાથે મળીને આ બંને શખ્સોના કડક ’પૂછાણાં’ (પૂછપરછ) લેશે, તો જ આ વ્યાજચક્ર પાછળ છુપાયેલા આંતરરાષ્ટ્રીય/હવાલા નેટવર્ક અને આતંકી કડીઓના આકાઓ સુધી પહોંચી શકાશે.

Comments

COMMENT / REPLY FROM