ડીપીએ કંડલા દ્વારા રેકોર્ડબ્રેક સિદ્ધિ : ઈતિહાસ રચ્યો
સૌથી ઝડપી ૧૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો નવો કીર્તિમાન રચાયો
ચેરમેનશ્રી સુશીલકુમારની દીધૅદ્રષ્ટી ભરી કોઠાસૂઝ સાથેની મહેનત રંગ લાવી
ગાંધીધામ : ભારતના અગ્રણી અને મેગા પોર્ટ ગણાતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કાંડલાએ ફરી એકવાર સફળતાનું નવું શિખર સર કરીને દેશના પોર્ટ સેક્ટરમાં નવો ઈતિહાસ રચ્યો છે. કાંડલા પોર્ટે ૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૧૦૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પાર કરી લીધો છે.આ સિદ્ધિ એટલા માટે ખાસ અને ઐતિહાસિક છે કારણ કે પોર્ટે વિતેલા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની સરખામણીએ પૂરા ૫૧ દિવસ વહેલા ૧૦૦ MMT નો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. જે પોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સિદ્ધિ છે.આ અભૂતપૂર્વ સફળતા કાંડલા પોર્ટની અવિરત કાર્યક્ષમતા, ઝડપી કામગીરી, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ એક્સેલન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ભારતના આર્થિક વિકાસ અને વેપાર વાણિજ્યને વેગ આપવામાં કાંડલા પોર્ટ પોતાની બુલંદ ભૂમિકા સતત સાબિત કરી રહ્યું છે.૧૦૦ MMT ના આંકડાને પાર કર્યા બાદ પણ પોર્ટ પોતાની કામગીરીમાં નવો સપાટો બોલાવી રહ્યું છે અને આગામી દિવસોમાં નવા રેકોર્ડ સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યું છે.

Comments