રાપરના પ્રતાપગઢમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાની છેડતી
૪ સામે પોક્સો હેઠળ ગુનો
ગાંધીધામ : રાપર તાલુકાના પ્રતાપગઢ ગામે સગીર વયની દીકરી અને તેની ભત્રીજીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરવા તેમજ મારપીટ કરવા અંગે ચાર શખ્સો સામે ગાગોદર પોલીસ સ્ટેશનમાં પોક્સો (ર્ઁંઝ્રર્જીં) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી છે.
બનાવની વિગત મુજબ, પ્રતાપગઢના રહીશ વજાભાઇ મોતીભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગામના જ ધમા વિભા કોલી, પ્રભુ લખમણ કોલી, શરત લખમણ કોલી અને રામજી લખમણ હરી કોલી નામના શખ્સોએ તેમની ૧૬ વર્ષ અને ૯ મહિનાની સગીર દીકરી તેમજ ભત્રીજીને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી છેડતી કરી હતી. આ ઉપરાંત સાહેદ કરશન નાનજી કોલી સાથે મારપીટ પણ કરી હતી.
આ ધમકીઓથી ડરી જઈને સગીરા ઘર છોડીને ચાલી ગઈ છે, જેને કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયો હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. ગાગોદર પોલીસ ઈન્સ્પેક્ટર જી.એ. સોલંકીએ મ્દ્ગજી કલમ-૧૩૭(૨), ૭૫, ૧૧૫(૨), ૩૫૧(૨), ૫૪ અને પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments