ગાંધીધામમાં સંકલનના અભાવે પ્રજાના પૈસાનો ધૂમાડોઃ ‘પહેલાં રસ્તો બનાવો, પછી તોડો’ જેવો ઘાટ!
કમિશ્નર-ડે.કમિશ્નર કેમ કુંભકર્ણિ નિંદ્રામાં ?
ગાંધીધામમાં વિવિધ તંત્રના સંકલનના અભાવે પ્રજાના નાણાંનો વ્યયઃ અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને પેવર કામમાં આડેધડ આયોજન! : મનપા, GDA, DPA અને વીજ કંપની વચ્ચે કોઈ તાલમેલ નહીં : અંડરગ્રાઉન્ડ કેબલિંગ માસ્ટર પ્લાન વગર આડેધડ ચાલુ : કેબલ નાખ્યા વિના જ મેઈન બજારમાં પેવર બ્લોક મઢી દેવાયાઃ ભવિષ્યની તોડફોડનો ખર્ચ કોના બાપનો?
ધીમી ગતિએ ચાલતી અંડરગ્રાઉન્ડ કેબલિંગ કામગીરીથી નાગરિકો પરેશાનઃ કોઈ માસ્ટર પ્લાન વગર વાયરિંગ થતાં ભવિષ્યમાં મોટી તકલીફોની ભીતિ : મુખ્ય બજારમાં નાળા પર જીઈબી (PGVCL) ના કેબલ નાખ્યા વિના જ પેવર રોડ બનાવવાની ઘોર બેદરકારીઃ પાછળથી તોડફોડ થશે તો જવાબદારી કોની? હંગામી એનજીનીયરો ની રીતસરની લાપરવાહી, સીટી એન્જીનીયરની નજરઅંદાજીના લીધે શહેરીજનોને ભોગવવાનો આવશે વારો..!
ગાંધીધામઃ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં હાલ વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે, પરંતુ સ્થાનિક સત્તામંડળો વચ્ચેના કચરપટ્ટી જેવા સંકલનના અભાવે કરોડો રૂપિયાના પ્રજાકીય નાણાંનો ધૂમાડો થઈ રહ્યો છે. શહેરમાં ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ કેબલિંગની ધીમી અને આડેધડ કામગીરી તેમજ મુખ્ય બજારમાં નાળા પર કરાઈ રહેલા પેવર કામમાં ઓથોરિટીઓ વચ્ચે સીધો સંકલનનો અભાવ છતો થઈ રહ્યો છે.
ગાંધીધામ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ કામગીરી કોઈ સુગ્રથિત આયોજન કે માસ્ટર પ્લાન વગર, ઠીક લાગે તે રીતે વાયરિંગ અને કેબલ પાથરીને આડેધડ કરવામાં આવી રહી છે. ગાંધીધામમાં અલગ-અલગ સત્તામંડળો કાર્યરત હોવાથી ગાંધીધામ મહાનગરપાલિકા, જીડીએ, ડીપીએ (DPA - દીનદયાલ પોર્ટ ઓથોરિટી) અને એસઆરસી (SRC ) વચ્ચે યોગ્ય સંકલન સાધીને કામ કરવું અત્યંત જરૂરી છે. જો તમામ ઓથોરિટીઓ સાથે મળીને ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને રાખી ‘માસ્ટર
પ્લાન’ નહીં બનાવે, તો આગામી સમયમાં સ્થાનિક રહીશો અને વેપારીઓને મોટી તકલીફોનો સામનો કરવો પડશે.બીજી તરફ, ગાંધીધામ મનપા દ્વારા શહેરના મુખ્ય બજારમાં આવેલ આરસીસી નાળા ઉપર અત્યારે
પેવર બ્લોક/રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, આ નાળા પર હજુ સુધી જીઈબી (વીજ કંપની) ના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં જ આવ્યા નથી! પ્રથમ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ
પૂર્ણ કર્યા બાદ જ ઉપર પેવર/આરસીસી કામ કરવાનું હોય, તેને બદલે કેબલ પાથર્યા વિના જ ઉતાવળે કામ પતાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે વીજ કેબલ નાખવામાં આવશે, ત્યારે આ નવનીર્મિત પેવર રોડ ફરીથી તોડવો પડશે તે નક્કી છે.
અધૂરા આયોજન અને સંકલનના અભાવે જો ફરીથી રસ્તા અને નાળા તોડવાનો વારો આવશે, તો તે નુકસાની અને તોડફોડનો ખર્ચ કોણ ભોગવશે? કોન્ટ્રાક્ટર કે
મહાનગરપાલિકા? આવા આડેધડ કામોથી આખરે તો આમ નાગરિકોના ટેક્સના પૈસા જ વેડફાઈ રહ્યા છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની ઉગ્ર માગણી છે કે ગાંધીધામ મનપા, જીડીએ, ડીપીએ, એસઆરસી અને વીજ કંપની તાત્કાલિક એક મંચ પર આવી સંયુક્ત બેઠક યોજે અને સુદ્રઢ માસ્ટર પ્લાન બનાવીને જ કામગીરી આગળ ધપાવે, જેથી પ્રજાના નાણાંનો દુરૂપયોગ અટકે.
.........
હંગામી એન્જીનીયર પર ડે.કમિશ્નર કેમ મહેરબાન? ચૂંટાયેલા કાર્પોરેટરો બને છે પ્રજાનો રોષ-ભ્રષ્ટને મજા.!
ગાંધીધામ : ગાંધીધામ મનપામાં પ્રજાએ ચુંટેલા કાર્પોરેટરની કોઈ વાત જ અધિકારીઓ, ડે.કમિશ્રર કે કમિશ્નર દ્વારા સાંભળવામા જ આવતી ન હેાય તેવી સ્થિતી બનેલી છે. ગાંધીધામ વ્યાપારી ઔદ્યોગીક સંકુલ છે અને અહી વેપારીઓનો જ સતત ખો નીકળી રહ્યો છે. મનપાના હંગામી એન્જીનીયર, સીટી એન્જીનીયરની ભ્રષ્ટ રીતીનીતીઓ થકી વેપારીઓ અને શહેરીજનોની હાલત બગડી ગઈ છે. પરંતુ ચૂંટાયેલા કાર્પોરેટરોની કોઈ વાત જ સાંભળવામાં નથી આવતી, એન્જીનીયર કહે તેટલુ જ કરવામા આવી રહ્યુ છે. પ્રજાનો રેાષનો ભોગ ચૂંટાયેલા બને છે અને ભ્રષ્ટાચારીઓ મજા કરી રહ્યા હોય તેવી સ્થિતી બની ગઈ છે.
...........

Comments