વરસામેડીમાં સગીરા પર નરાધમ પિતાનું દુષ્કર્મઃ માતાની પણ સંડોવણી સામે આવતા અરેરાટી
વાત્સલ્ય અને પવિત્રતાના સંબંધોને લજવતી ઘટના
અંજાર પોલીસે બી.એન.એસ. તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી
ઘરમાં પૂરી રાખી મારકૂટ કરવી, દીકરી પર ગુજારાતા અત્યાચાર વખતે માતાએ મુકપ્રેક્ષક બની ફોટા પાડવા—આ ઘટના માનવતા ઉપર કાળો દાગ છે.
અંજારઃ અંજાર તાલુકાના વરસામેડી સ્થિત અંબાજીનગરમાં સગીર પુત્રી સાથે પિતા દ્વારા આચરવામાં આવેલા શર્મસાર કૃત્યનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના અને હાલ વરસામેડી રહેતા દંપતી સામે ૧૪ વર્ષીય પીડિતાએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પીડિતા તેના મિત્ર સાથે વાતચિત કરતી હોઈ તે બાબતે આરોપી માતા-પિતાએ તેને ત્રણ દિવસ સુધી ઘરમાં પૂરી રાખી મારકૂટ કરી હતી. ત્યારબાદ માતાની હાજરીમાં જ પિતાએ પુત્રીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે માતાએ પીડિતાના નગ્ન હાલતના ફોટા પાડ્યા હતા.
અંજાર પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) તથા પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
.......
આનાથી વધુ શર્મનાક-દુષિત ઘટના બીજી કઈ હોઈ શકે?
ગાંધીધામ : આજના આધુનિક યુગમાં જ્યાં આપણે સમાજના વિકાસની વાતો કરીએ છીએ, ત્યાં વરસામેડીની આ ઘટનાએ સમાજને અંદરથી હચમચાવી દીધો છે. પોતાના જ લોહીની દીકરી પર પિતા દુષ્કર્મ આચરે અને માતા તેમાં ભાગીદાર બને—આનાથી વધુ શર્મનાક અને દૂષિત ઘટના બીજી કઈ હોઈ શકે?
..........
શા માટે વધી રહી છે આવી
વિકૃતિ?ઃ કોઈક તોકરો આવા વિષયો પર સામુહિક મંથન.!
પોરબંદરના ઓળદર ગામે નરાધમ પિતો જ પોતાની સગીરા પર આચર્યુ સતત દુષ્કર્મ : સગીરા કોઈને કહે તે માટે સતત ધમકાવતો હતો-આરોપી પિતાનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવેલો છે : તો વળી અંજારના વરસામેડીમાં પણ પિતા-માતાએ મળી પુત્રી-સગીરા પર દુષ્કર્મ આચર્યુની બની છે ઘટના
* નૈતિક મૂલ્યોનું પતનઃ સમાજમાં સામાજિક અને નૈતિક મૂલ્યોનો ઝડપથી ક્ષય થઈ રહ્યો છે. સંવેદનાહીનતા અને વિકૃત માનસિકતા લોકો પર હાવી થઈ રહી છે.*
વિકૃત મનોવૃત્તિ અને સોશિયલ મીડિયા/અશ્લીલતાનો પ્રભાવઃ મનની કલુષિતતા અને વિકૃત વાસના જ્યારે વિવેકબુદ્ધિ પર હાવી થઈ જાય છે, ત્યારે માણસ હેવાન બની જતો હોય છે.*ઘર કૌટુંબિક સુરક્ષાનો અભાવઃ દીકરીઓ માટે જો પોતાનું ઘર જ સુરક્ષિત ન રહે, તો તે બહાર ક્યાંથી સુરક્ષિત રહેશે?આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ ભદ્ર સમાજના મોં પર તમાચો છે. આવા કિસ્સાઓ અટકાવવા માટે સામાજિક
જાગૃતિ સાથે સાથે ગુનેગારોમાં કાયદાનો આકરો ભય હોવો અત્યંત જરૂરી બન્યો છે.
..........
માતા-પિતાની રાક્ષસી માનસિકતા : સભ્યસમાજ માટે લાલબત્તી
અંજારના વરસામેડીમાં ૧૪ વર્ષીય માસૂમ દીકરી સાથે તેના જ જન્મદાતા પિતા દ્વારા દુષ્કર્મ અને માતાની સંડોવણીનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે. જે માતા-પિતા બાળકના સૌથી મોટા સુરક્ષા કવચ ગણાય છે, તેમણે જ પોતાની જ દીકરી સાથે આવું હલકટ કૃત્ય આચરીને સમગ્ર વાત્સલ્ય અને પવિત્ર સંબંધોને લજવ્યા છે. ઘરમાં પૂરી રાખી મારકૂટ કરવી, દીકરી પર ગુજારાતા અત્યાચાર વખતે માતાએ મુકપ્રેક્ષક બની ફોટા પાડવા—આ ઘટના માનવતા ઉપર કાળો દાગ છે. નરાધમ પિતા અને રાક્ષસી માનસિકતા ધરાવતી માતાની આ હલકટ હરકતને સભ્ય અને ભદ્ર સમાજે કડકમાં કડક શબ્દોમાં વખોડી કાઢી છે. કાયદો આ કિસ્સામાં આરોપીઓને કઠોરમાં કઠોર સજા ફટકારે તેવી ચોમેરથી માંગ ઊઠી રહી છે.
.......

Comments