કોઠારાનું વ્યાજચક્ર કૌભાંડ : અભિનંદન છે ટીમ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાને...
બે સહોદર ભાઈઓની સવા બે કરોડની કાળી કમાણી પર પશ્ચિમ કચ્છ પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક
એસપી વિકાસ સુંડાના કડક નેતૃત્વમાં રૂ. ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત, સમગ્ર કચ્છના વ્યાજવાતાઉં ગુનેગારોમાં સનાટો.ઃહવાલા નેટવર્ક અને શંકાસ્પદ આતંકી કડીઓની આશંકા વચ્ચે નલિયા મહિલા DYSP બી. એમ. ચૌધરીનું ૧૯ કલાકનું મેગા ઓપરેશન : એસપી વિકાસ સુંડાનું પ્રેરણાદાયી નેતૃત્વઃ સીમાડાના વિસ્તારમાં જાગી કાયદાકીય ચેતના
પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા અને નલિયા મહિલા DYSP બી. એમ. ચૌધરી સહિત સમગ્ર પોલીસ ટીમની આ સાહસિક અને નિષ્ઠાવાન કામગીરી ખરેખર સન્માન અને શાબાશીને પાત્ર છે
ગાંધીધામ :પશ્ચિમ કચ્છના કોઠારા ગામમાં નાણાં ધીરધારના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો કાળો કારોબાર ચલાવતા બે સહોદર (સગા ભાઈઓ) દ્વારા આચરવામાં આવેલા સવા બે કરોડ
રૂપિયાના વ્યાજના ચક્રના વિશાળ કૌભાંડનો પશ્ચિમ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં વ્યાજના ગેરકાયદે ધંધા સાથે નાણાકીય ગેરરીતિઓ, હવાલા નેટવર્ક અને શંકાસ્પદ આતંકી કડીઓ સહિતના તારની તપાસ તેજ બનેલી છે.પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા ના માર્ગદર્શન અને નિર્ભય નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી આ ઐતિહાસિક કાર્યવાહીએ સીમાડાના આ વિસ્તારમાં કાયદા પ્રત્યે મોટું ચેતના જગાવવાનું કામ કર્યું છે. વ્યાજખોરોના ત્રાસથી
પીડાતી અને ડરના માર્યા ચૂપ રહેતી પ્રજામાં એસપીશ્રીના આ કડક વલણથી એક નવો વિશ્વાસ જાગ્યો છે. સામાન્ય માનવીને ન્યાય અપાવવા અને ગુનાહિત નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી આ ઝુંબેશની ચોમેર પ્રશંસા થઈ રહી છે.આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરવામાં નલિયા વિભાગના મહિલા DYSP કુ. બી. એમ. ચૌધરી ની સતર્કતા, દીર્ઘદ્રષ્ટિ અને અથાક મહેનત અત્યંત નિર્ણાયક સાબિત થઈ છે. ૨૨ સપ્ટેમ્બરના રોજ કોઠારાના એક પીડિત દ્વારા ૪.૫૦ લાખ સામે ૩૬.૪૮ લાખ રૂપિયા વસૂલી લેવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ DYSP બી. એમ. ચૌધરીએ સ્થાનિક કક્ષાએ કોઈ અનિચ્છનીય બનાવ ના બને કે અફવાઓના ફેલાય તે માટે અત્યંત શાંતિ અને કુનેહપૂર્વક સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બેઉ સહોદર ભાઈઓએ વ્યાજખોરીથી એકત્ર કરેલી મિલકતો અને રોકડ રકમ એક ગામે કૌટુંબિક ભાઈના ઘરે સંતાડી હોવાની ચોક્કસ બાતમી મળતા DYSP બી. એમ. ચૌધરીની સીધી દેખરેખ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને કોઠારા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમે પરોઢે ૫ વાગ્યાથી મધરાત સુધી સતત ૧૯ કલાક સુધી સર્ચ એન્ડ સીઝર ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં ઘરના વુડન કેબિનેટમાંથી ૧.૨૫ કરોડ રોકડા, ૧.૧ કરોડ સોના-ચાંદીના ઘરેણાં (કુલ રૂ. ૨.૨૫ કરોડથી વધુ મુદ્દામાલ) ઉપરાંત ૩૫ મિલકત દરાવેજો, ૭૪ ચેકબૂક્સ, ૧૧ પેઢીના સ્ટેમ્પ અને ૨૮ હિસાબી ડાયરીઓ જપ્ત કરી કૌભાંડના ઊંડા મૂળિયા શોધી કાઢ્યા હતા.
............
પોલીસ બેડા માટે પ્રેરણાદાયી બોધપાઠ : અન્ય અધિકારીઓ સબક લેશે
ગાંધીધામ : ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નલિયા મહિલા DYSP બી. એમ. ચૌધરી અને તેમની ટીમે કરેલી આ દૃઢ અને પારદર્શી કામગીરી રાજ્યના અન્ય ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓ માટે પણ એક વિશિષ્ટ બોધપાઠ
પૂરો પાડે છે.
૧. ઊંડાણપૂર્વકની તપાસ : માત્ર સપાટી પરની ફરિયાદ પૂરતું સીમિત ન રહીને ગુનાના ઊંડાણ સુધી પહોંચી હવાલા કે ગેરકાયદે નાણાકીય કડીઓ સુધી પહોંચવાની દિશા આ કેસ દર્શાવે છે.
૨. સમયસૂચકતા અને નેતૃત્વ : સ્થાનિક સ્તરે કાયદો-વ્યવસ્થા જાળવીને ૧૯-૧૯ કલાક સુધી સતત ઓપરેશન ચલાવી જંગી મુદ્દામાલ જપ્ત કરવો એ ચપળ
પોલીસિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
.............................

Comments