રાપર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે પ્લાસ્ટિક અને સ્વચ્છતા અંગે વેપારીઓની બેઠક
રાપર - કચ્છઉદય : શહેરના માલી ચોક, ભુતિયા કોઠા, એસટી બસ વિસ્તાર, સલારી નાકાના વેપારીઓએ પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા થેલી તથા જાહેરમાં કચરો નાખનારાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો, તે સંદર્ભે વેપારીઓએ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તથા પ્રમુખ ચાંદભાઈ ભીંડે સાથે બેઠક યોજી હતી. શહેરની બજારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. વેપારીઓએ પ્રતિબંધિત ઝબલા થેલીના ઉપયોગ નહી કરવાની તથા જાહેરમા કચરોના નાખવાની હૈયાધારણા આપી હતી. સામે વેપારીઓ સાથે નગરપાલિકાના સ્ટાફ નમ્રતા પુર્વક વર્તન કરે અને સુચનાઓ આપતા રહે તથા દેના બેન્ક ચોક થી સલારી નાકા સુધી ની ગટર લાઈન મા અમુક સ્થળ પર લીંક છે તે રિપેરિંગ કરવા માટે તથા શહેરમા સવારે બપોરે અને સાંજે ડોર ટુ ડોર કચરો લેવા માટે નિયમિત વાહન આવે તેવું જણાવ્યું હતું. મુખ્ય બજારમાં શૌચાલયની વ્યવસ્થા નથી સૌચાલય માટે બસ સ્ટેન્ડ અથવા દેના બેન્ક ચોકમા જવું પડે છે તે યોગ્ય જગ્યાએ બનાવવા માટે રજુઆત કરી હતી. બજારમા રિપેરિંગ દરમિયાન ખાડા પુરવા તથા નિયમિત કચરો લેવા માટે વાહનો આવે તથા માલી ચોકથી ભુતિયા કોઠા મોટા વાશ, માંડવી ચોકમાં નિયમિત રીતે કચરો લેવા માટે વાહનો આવે તેમ જણાવ્યું હતું. પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પૌરાણિક મહત્ત્વ ધરાવતા શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ નાગરિકોની ફરજ છે. પાલિકા દ્વારા સફાઈ રેગ્યુલર કરવામાં આવી રહી છે અને હજુ વધારે સારી રીતે થાય તે માટે નગરપાલિકા કટીબધ છ.ે નગરમાં કચરાના લીધે રખડતા ઢોરો લોકો તથા વેપારીઓને હેરાન કરે છે એટલે સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. આગામી દિવસોમાં વધુ સારી કામગીરી કરવામાં આવશે. કચરો તથા પ્લાસ્ટિક સામે દિવસે દિવસે વધારે ઝુંબેશ કરવામા આવશે તેમ જણાવ્યું હતું. બેઠક બાદ વેપારીઓ અને નાગરિકને સ્વછતા સંકલ્પ પત્રના શપથ લેવડાવી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશમા સાથ સહકાર આપવા લેવડાવ્યા હતા.
----

Comments