Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળી ટોલ પ્લાઝા પાસે વેસ્ટ કચરામાં લાગેલી આગ બૂઝાવાઈ 

30 September



ભચાઉ - કચ્છઉદય :ફ સામખિયાળી ગામમાં ટોલ પ્લાઝા વેસ્ટ કચરાના ઢગલામાં આગ લાગી હતી. ઘટના બુધવારે બપોરે બની હતી, આગને કારણે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતતા. આગ લાગતા સ્થાનિક લોકોએ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી. તરજ જ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. 
આ અંગે ફાયર વિભાગમાંથી મળેલી વિગતો મુજબ ૩૦મી સપ્ટેમ્બરના ૧ઃ૨૦ વાગ્યની આસ પાસ ભચાઉ નગર પાલિકા ફાયર ટીમને ૧૧૨થી કોલ મળતા કે ભચાઉ તાલુકા ના સામખિયાળી ગામે ટોલ પ્લાઝા પાસે હોટલેની પાછળ સ્ક્રેપમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ  ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કામગીરીમાં દાફડા પ્રવીણ, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા.
------

Comments

COMMENT / REPLY FROM