Trending News
સ્થાનિક સમાચાર

ડુમરામાં રૂ. ૬૫ લાખના પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત

30 September


ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે વિધિવત કાર્યક્રમ : હાઈસ્કૂલના નવા મકાન માટે પણ અપાઈ ખાતરી


ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના ડુમરા ગામે પશુપાલકોને વધુ સારી પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી રૂ. ૬૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા પશુ દવાખાનાના ભવનનું ખાતમુહૂર્ત વિધિવત રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય કમાંભાઈ રબારી, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી પરેશભાઈ ભાનુશાળી, અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદભાઈ દરજી, સરપંચ સંગઠનના પ્રમુખ તથા પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન પરેશસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન પુરુષોત્તમભાઈ મારવાડા, તાલુકા ભાજપના મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ગામના વિવિધ સમાજોના આગેવાનો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વિકાસલક્ષી યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને અન્ય આગેવાનોએ ગામની હાઈસ્કૂલની મુલાકાત લઈ શાળાના નવા ભવનના નિર્માણ માટે જરૂરી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. સંચાલન અબડાસા તાલુકા પંચાયતના શાસકપક્ષના નેતા રાજેશ્રીબેન ગઢવીએ કર્યું હતું. જ્યારે શાસ્ત્રોક્ત વિધિ લઠેડીના રવિકાન્ત ગોર દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી. અંતે ગ્રામજનોએ ગામમાં વિકાસના કાર્યોને મળેલા વેગ બદલ ધારાસભ્ય તથા ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
--------

Comments

COMMENT / REPLY FROM