વક્તૃત્વ સ્પર્ધામાં ભચાઉની સેંટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓનો શ્રેષ્ઠ દેખાવ
વિકસિત ભારત-૨૦૪૭’ અભિયાન અંતર્ગત તાલુકા અને બીઆરસી કક્ષાએ મેળવ્યા નોંધપાત્ર ક્રમ
ભચાઉ - કચ્છ ઉદય : વિકસિત ભારત - ૨૦૪૭ અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સેંટ ઝેવિયર્સ સ્કૂલ, ભચાઉના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિવિધ કક્ષાઓમાં યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની વક્તૃત્વ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને વિષયની ઊંડી સમજણનો પરિચય આપ્યો હતો.
ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની શ્રેયા મકવાણાએ ભચાઉ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની શ્રદ્ધા મિશ્રાએ તાલુકા કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ધોરણ-૮ના વિદ્યાર્થી ભોઈ મીતે બીઆરસી કક્ષાની સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. વિદ્યાર્થીઓની આ સફળતા તેમના સતત પરિશ્રમ, શિક્ષકોના માર્ગદર્શન અને વિષય પ્રત્યેની સમર્પિત તૈયારીનું પરિણામ હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ફાધર અનિશ થોન્ડીયિલે ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. શાળા પરિવારએ આશા વ્યક્ત કરી છે કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને સમાજનું નામ વધુ રોશન કરશે.
-----

Comments