Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ઐતિહાસિક સ્મૃતિવન ખાતે ઇન્ડિયન આર્મી દ્વારા ભવ્ય ‘વોકેથોન’નું કરાયું આયોવજન

30 September


“સાયલેન્ટ સ્ટેપ્સ, સ્ટ્રોંગર હાર્ટ’ ની થીમ સાથે આયોજિત વોકેથોનમાં સેનાના જવાનો અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા

ભુજ - કચ્છઉદય : આજના આધુનિક અને દોડધામભર્યા જીવનમાં હૃદય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, લોકોમાં હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી ભારતીય સેનાની ૨૦૭૫ ફિલ્ડ હોસ્પિટલ દ્વારા ભુજના ઐતિહાસિક સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ખાતે ‘વર્લ્ડ હાર્ટ ડે’ નિમિત્તે એક ભવ્ય ‘વોકેથોન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
મંગળવારે આ વોકેથોનનો પ્રારંભ થયો હતો. ‘શાંત પગલાં, મજબૂત હૃદય’ની થીમ આધારિત આ વોકેથોનનો રૂટ સ્મૃતિવનના એન્ટ્રી ગેટ પાર્કિંગથી શરૂ થઈને સનસેટ પોઈન્ટ સુધીનો રહ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સેનાના આશરે ૧૫૦ જેટલા જવાનો અને અધિકારીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિનો પ્રબળ સંદેશો ફેલાવ્યો હતો. આ કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે આર્મીની ૨૦૭૫ ફિલ્ડ હોસ્પિટલ દ્વારા સ્મૃતિવનના ડાયરેક્ટર મનોજ પાંડે અને ભુજ જિલ્લા વહીવટીતંત્ર સાથે વિશેષ સંકલન કરવામાં આવ્યું હતું. મનોજ પાંડે અને સ્મૃતિવન મેનેજમેન્ટના સંપૂર્ણ સહયોગથી આ સમગ્ર આયોજન અત્યંત શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પડ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સુખાકારી અને સ્વસ્થ હૃદય માટેની જાગૃતિ ફેલાવવાનો હતો. ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવનના હરિયાળા અને નયનરમ્ય વાતાવરણમાં યોજાયેલી આ વોકેથોન નાગરિકો માટે પણ ભારે પ્રેરણારૂપ બની રહી હતી.
---------

Comments

COMMENT / REPLY FROM