Trending News
સ્થાનિક સમાચાર

ભુજપુર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

30 September



મુન્દ્રા - કચ્છઉદય : સીએચસી ભુજપુર ખાતે ટીબી સારવાર હેઠળના દર્દીઓને પોષણ સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુસર પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તથા પ્રયાસોથી જિંદાલ સમાઘોઘા તરફથી ટીબી દર્દીઓ માટે ૩૦ પોષણ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પોષણ કીટનું ટીબી સારવાર હેઠળના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી દર્દીઓની સારવાર દરમિયાન પૌષ્ટિક આહારનું મહત્વ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ સેવાકીય પ્રવૃત્તિથી લાભાર્થીઓને જરૂરી પોષણ સહાય મળી રહે તે માટે મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે. 
-------

Comments

COMMENT / REPLY FROM