“સેવા મારૂં યોગદાન” અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ અને ક્વીઝ સ્પર્ધા યોજાઈ
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાનમાં ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા સંકલન કરી મોડેલ સ્કુલ માધાપર, મોડેલ સ્કુલ નલિયા, શેઠ કે.વી. હાઈસ્કુલ નખત્રાણા, મોડેલ સ્કુલ દયાપર, ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવી, શેઠ આર.ડી. હાઈસ્કુલ મુન્દ્રા, કેકેએમએસ હાઈસ્કુલ અંજાર, સરકારી માધ્યમિક શાળા ગણેશનગર, એચડીડી કન્યા વિદ્યાલય ભચાઉ અને મોડેલ સ્કુલ રાપર ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ અને ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાનો મહત્વ, ટ્રાફિકના નિયમોનું પાલન, હેલમેટ અને સીટબેલ્ટ ફરજીયાત ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઓવરસ્પીડીગ ટાળવું તથા રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોની સલામતી જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તે અંગે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
------

Comments