રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ભુજની માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયની ટીમ સંસ્કૃત અને હિન્દી બંને વિભાગમાં જિલ્લામાં પ્રથમ
હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે
ભુજ - કચ્છઉદય : ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંત દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારત વિકાસ પરિષદ ભુજ શાખાનું પ્રતિનિધિત્વ કરતા ભુજની શૈક્ષણિક સંસ્થા માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. શાળાના વિદ્યાર્થીઓની ટીમે પોતાની અદભુત ગાયન શૈલી અને સુરીલા તાલબદ્ધ પ્રદર્શનથી સંસ્કૃત તથા હિન્દી સમૂહગાન એમ બંને વિભાગમાં સમગ્ર કચ્છ પ્રાંતમાં પ્રથમ સ્થાન મેળવીને શાળા તેમજ ભુજનું નામ રોશન કર્યું છે.
પ્રાંત કક્ષાની સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ હવે આ વિજેતા ટીમ આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી રાજ્યકક્ષાની સમૂહગાન સ્પર્ધામાં સમગ્ર કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે. વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા તેમજ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ વિજેતા વિદ્યાર્થીઓ અને તેમને સચોટ માર્ગદર્શન આપનાર સંગીત શિક્ષક રવજીભાઈને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ સંસ્થા પરિવારના ટ્રસ્ટીઓ, આચાર્ય, વ્યવસ્થાપક અને ભારત વિકાસ પરિષદ ભુજ શાખાના હોદ્દેદારોએ તમામ સ્પર્ધકોને અમદાવાદ ખાતે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સફળતા મેળવે તે માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
----

Comments