યુવા ઉત્સવ માટે ૧ર ઓક્ટોબર સુધી અરજીઓ મોકલવા ઈજન
ભુજ - કચ્છઉદય : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કચ્છ દ્વારા સંચાલિત યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ યોજાનાર છે. આ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષ ના વયજૂથ ધરાવતા યુવક યુવતીઓ ભાગ લઈ શકશે.
યુવા ઉત્સવમાં યોજાનાર સ્પર્ધાઓમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતાલેખન તથા નુક્કડ નાટક એમ મળી કુલ ૫ સ્પર્ધાઓ જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ યોજાનાર છે, જેમાં ભાગ લેવા માટેની એન્ટ્રીઓ મંગાવવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારો સ્પર્ધકોએ આ માટેના અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ત્રીજો માળ, રૂમ નંબર ૪૧૧, કચ્છ ખાતેથી મેળવી તા.૧૨/૧૦ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કચ્છને મળી રહે તે રીતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.
-----

Comments