Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે

29 September



ભુજ - કચ્છઉદય : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલરના  ગોલ્ડન, સિલ્વર નંબરો સહિત તમામ નંબરોની નવી સિરીઝ જીજે ૧ર એચએલનું ઓક્શન શરૂ કરવામાં આવનારૂં છે. ઓનલાઇન અરજી તા.૯/૧૦ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૧/૧૦ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૧/૧૦ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન  તારીખ ૧૩/૧૦ના સાંજે ૪ કલાકે સમાપ્ત થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના રૂ.૮,૦૦૦, રજત-સીલ્વર નંબરના રૂ.૩૫૦૦, અન્ય વાહનો માટે રૂ.૨૦૦૦ રહેશે. 
---------

Comments

COMMENT / REPLY FROM