કચ્છ યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની નવરચનામાં વિલંબથી રહસ્યના આટ્ટાપાટ્ટા : નવીનિમણુંક કયારે?
૪થીએ પદવીદાન સમારોહના આયોજન ટાંકણે લાલબત્તી
ગત તારીખ ૬ઠ્ઠી નવેમ્બરના રોજ ‘‘બોમ’’ની એક વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, આગામી ૪થી ઓકટોબરના રોજ પદવીદાન સમારોહ યોજવાનો છે, તેવા સમયે બોમની બંધારણીય દ્રષ્ટીએ પૂર્ણ થઈ ગયેલી બોડી જ નીતીવષયક નિર્ણયો લેશે કે શું? શિક્ષણજગતમાં તરેહ તરેહની ચર્ચા
કચ્છ યુનિવર્સિટી ‘બોર્ડ ઓફ મેનેજમેન્ટ’ના સદસ્યોની મુદત પૂરી છતાં નવી નિમણૂક અદ્વરતાલ; પદવીદાન સમારોહ સામે સવાલો : યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક વહીવટી નિર્ણય, પદવીઓ એનાયત કરવા સંબંધિત મંજૂરીઓ તેમજ અન્ય નીતિ-વિષયક બાબતો પર આખરી મહોર મારવાની સત્તા આ કમિટી પાસે જ હોય છે જે કમીટીની મુદત પૂર્ણ થઈ ગઈ તેને ર૦ દિવસ થયા અને નવી કમીટીની નિમણુક થઈ ન હોવાથી ઉઠયા છે મોટા સવાલો
ગાંધીધામ : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સૌથી સર્વોચ્ચ અને મહત્વની નીતિ-વિષયક કમિટી ગણાતી ‘બોર્ડ ઓફ મેનેજમેન્ટ’ ના સદસ્યોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, હજુ સુધી નવી સમિતિની રચના કે નવનિયુક્ત સદસ્યોની નિમણૂક કરવામાં ન આવતાં યુનિવર્સિટીના વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિવર્સિટીની આ
હાઈપાવર ‘બોર્ડ ઓફ મેનેજમેન્ટ’ના સભ્યોની મુદત ગત તારીખ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે, આગામી ૦૪ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ યુનિવર્સિટીનો વાર્ષિક
પદવીદાન (ર્ઝ્રહર્દૃષ્ઠટ્ઠર્ૈંહ) કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક વહીવટી નિર્ણય, પદવીઓ એનાયત કરવા સંબંધિત મંજૂરીઓ તેમજ અન્ય નીતિ-વિષયક બાબતો પર આખરી મહોર મારવાની સત્તા આ કમિટી પાસે જ હોય છે.આટલા મહત્વના પદવીદાન કાર્યક્રમની તારીખ નજીક આવી રહી હોવા છતાં, નવી બોડી કેમ નિમવામાં આવી નથી તે અંગે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. પદવીદાન અને વહીવટી નિર્ણય પર પ્રશ્નાર્થઃ વહીવટી પ્રક્રિયા મુજબ, નિર્ણય લેનાર મંડળની ગેરહાજરીમાં કાનૂની અને નીતિ-વિષયક નિર્ણય લેવામાં ટેકનિકલ અડચણો ઊભી થઈ શકે છે. પદવીદાન જેવા સંવેદનશીલ પ્રસંગે ડિગ્રીઓની આખરી મંજૂરી માટે સ્પેશિયલ પ્રોટોકોલ કે વટહુકમ/એડહોક વ્યવસ્થાનો સહારા લેવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.હાલ તો, તારીખ ૪ ઓક્ટોબરના પદવીદાન સમારોહ પહેલાં સરકાર કે યુનિવર્સિટી તંત્ર દ્વારા નવનિયુક્ત સભ્યોની જાહેરાત કરવામાં આવે છે કે
પછી કાર્યકારી વ્યવસ્થા હેઠળ જ કામ ચલાવવામાં આવે છે, તેના
પર સહુની નજર ટકેલી છે.
આ સંદર્ભે કચ્છ યુનિ.ના વીસીશ્રીની સાથે વાતચીત કરતા તેઓએ જણાવયુ હતુ કે, પ્રક્રીયાઓ ચાલુમાં છે, અને નિયમો અનુસાર નવરચના કરી દેવામા આવશે.
.........
સરકારી અને સંગઠનાત્મક પ્રક્રિયામાં વિલંબ?
કે પછી જુના બખેડા ખુલવાનો દેખાય છે ભય?
ગાંધીધામ : સામાન્ય રીતે યુનિવર્સિટીના ‘બોર્ડ ઓફ મેનેજમેન્ટ’માં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને રાજ્યપાલશ્રી (ચાન્સલર) દ્વારા મનોનીત સભ્યોનો સમાવેશ થાય છે. સરકારી મંજૂરીઓ અને નામોની આખરી પસંદગીની પ્રક્રિયા સચિવાલય સ્તરે વિલંબમાં પડી છે કે કેમ? તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે. તો બીજીતરફ એક ચર્ચા એવી થાય છે કે, ગત વર્ષે યુનિ.મા વિવિધ વિષયોને લઈને પણ ભારે વિવાદો સર્જાયા છે તો શુ એ વિવાદો નવી કમીટી આવીને ઉખેડી દેશે? તેવો કોઈ ભય સતાવી રહ્યો છે કે કેમ?
..........
આંતરિક ખેંચતાણ અને રાજકારણ
ગાંધીધામ : શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, બોડીમાં સ્થાન મેળવવા માટે વિવિધ જૂથો અને દાવેદારો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ પણ આ વિલંબ પાછળનું એક મુખ્ય પરિબળ હોઈ શકે છે. તેવી પણ ચર્ચા રાજકિય બેડામાં થવા પામી રહી છે.
.......

Comments