Trending News
સ્થાનિક સમાચાર

કોઠારા વ્યાજ વિષચક્ર કાંડ : એટીએસ-ઈડી-આઈટી વિભાગ કેમ ન ત્રાટકે?ઃનાપાક આતંકી કડી છે કે નહી ?

29 September



કેાઠારામાં વ્યાજના ભયંકર વિષચક્રના પ્રકરણ ટાંકણે સુચક આલબેલ : ૧૦ ટકાના જંગી વ્યાજની સાથે ચાલતા નેટવર્કમાં ઝડપાયેલા શખ્સો પાસેથી આતંકવાદી અબ્દુલ ટુંડા અને બોમ્બ બ્લાસ્ટ તથા ભારતીય મિસાઈલ પરિક્ષણ જેવા ન્યુઝ કટીંગ સાચવેલા મળી આવવાની ઘટનાને હળવાશથી ન લેવાય

શાબાશ છે પશ્ચીમ કચ્છ એસપી વિકાસ સુંડાની ટીમ,મહીલા ડીવાયએસપી નલીયા, એલસીબી પીઆઈ મકવાણાને..! ૧૦ ટકા વ્યાજની વસુલાતથી ગેરકાયદેસર બેનામી કરોડોની રકમોનું સામ્રાજય વિકસાવવાના કારસ્તાન-ગેંગનો કરેલો પર્દાફાશ સરાહનીય


ગાંધીધામ : પાકીસ્તાન જેવા નાપાક મુલકને અડીને અવેલા અતિ સંવેદનશીલ કચ્છના સીમાડાના વિસ્તાર અબડાસા-કોઠારામાંથી આયોજનબદ્ધ રીતે ચાલતા વ્યાજવટાઉના એક મસમોટા નેટવર્ક પર પશ્ચીમ કચ્છ પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી છે. કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ખાતે પોલીસે ગેરકાયદે વ્યાજવટાવ અને પઠાણી ઉઘરાણી કરતા બે સગા ભાઈઓ સામે ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હાથ ધરીને ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ કેસમાં આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરા નામના બે ભાઈઓની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.કોઠારા પોલીસ અને એલ.સી.બી. દ્વારા રાયધણપર ગામે આવેલા તેમના કૌટુંબિક ભાઈના ઘરે ૧૯ કલાક સુધી ચાલેલા દરોડા દરમિયાન નીચે મુજબની સામગ્રી મળી આવી હતી.૧.૨૪ કરોડથી વધુની રોકડ રકમ તેમજ ? ૧.૦૧ કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના અને સિક્કા.  ૩૫ મિલકતના અસલ દસ્તાવેજો, ૭૪ ચેકબુક, ૩૫થી વધુ સહી કરેલા કોરા ચેક, ૧૭ બેંક કાડ્‌ર્સ, ૧૧ અલગ-અલગ પેઢીના સ્ટેમ્પ અને ૨૮ હિસાબી ડાયરીઓ.  કચ્છના કોઠારા ખાતે ગેરકાયદે વ્યાજખોરીના કેસમાં પકડેલા બે ભાઈઓ (આમદ અને ઓસમાણ મંધરા) પાસેથી રૂ. ૨.૨૫ કરોડથી વધુના મુદ્દામાલ સાથે પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા, બોમ્બ બ્લાસ્ટ અને ભારતીય મિસાઈલ પ્રીક્ષણના ન્યૂઝ કટિંગ્સ મળી આવ્યા બાદ સુરક્ષા અને તપાસ એજન્સીઓ એલર્ટ બનવુ જ ઘટે.આ પ્રકારના કેસમાં ટેરર ફંડિંગ , હવાલા નેટવર્ક અને દેશવિરોધી કનેક્શનની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. પશ્ચીમ કચ્છ એસપીની સમગ્ર ટીમે આ પ્રકરણમાં કરેલી કાર્યવાહી સરાહનીય જ છે, પરંતુ વ્યાજના વિષચક્રમાં કયાંક ને કયાંક હવે દેશવિરોધી કૃત્ય કે હવાલા નેટવર્કની ગંધ તપાસના પ્રાથમીક તબકકે જ સવાલો ખડા કરી રહી છે ત્યારે હકીકતમાં તો હવે આ કેસની તપાસ આંતકવાદ વિરોધી દળ-એન્ફોર્સમેન્ટ ડીરેકટરને સોપી દેવી જોઈએ તો અને તો જ આખાય આ નેટવર્કના મુળીયા ઉલેચાઈ શકાય તેમ છે. ઝડપાયેલા તત્વોની સાથે આ આખાય મસમોટા પ્રકરણમાં કેટકેટલા તત્વો-સાગરીતો-આક્કાઓ અન્ય જોડાયેલા છે તે સહિતની માહીતીઓ એટીએસ જેવી એજન્સી વધુ ઝડપથી અને ચપકળતા પૂર્વક મેળવી શકે તેમ છે. વેળાસર જ આ કેસની તપાસ આતંકવાદ વિરોધી દળ ગુજરાતની ટીમને સોપવી જોઈએ તે સમયનો તકાજો બની રહ્યો છે.  જો  આ કેસમાં હવે  એટીએસ, ઈડી અને આઈટી જેવી તપાસ એજન્સીઓ જોડાય તો વધુ સ્પષ્ટ ખુલાસા થઈ શકે તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે,  જો પોલીસ તપાસ (છ્‌જી કે ન્ઝ્રમ્ દ્વારા) માં આ કટિંગ્સ અને બિનહિસાબી સંપત્તિનું દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે કનેક્શન સાબિત થાય તો  ટેરર કનેક્શન કે આતંકવાદી સાહિત્ય અંગે તપાસ એટીએસ જેવી એજન્સી વધુ સચોટતાથી કરી શકે તેમ છે.  મની લોન્ડરિંગ અને ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવા અંગે કાર્યવાહી કરવાની થાય તો એન્ફોર્સમેન્ટ ડીરેકટર ઈડીઅહી પ્રાથમિકતના ધોરણે ધાક બેાસડતી કાર્યવાહી કરી શકે તેમ છે.  અને ર.રપ કરાડના બિનહિસાબી મિલ્કતો તથા સોના ચાંદીનો જે જથ્થો મળી આવ્યો છે તેના માટે આવકવેરા વિભાગે અહી ત્રાટકી તપાસમાં જોડઈા અને સચોટ તપાસ બાદ કડક કાર્યવાહી કરવી જોઈએ. 

............


ટેટર ફંડીગ-હવાલાનેટવર્ક- સહિતની કડીઓ મુદ્દે અંગુલીનિર્દેશ

૧. વ્યાજખોરીથી ‘ટેરર ફંડિંગ‘નું કનેક્શન કેવું હોઈ શકે?  * કાળા નાણાંનો સ્ત્રોતઃ વ્યાજખોરી, ગેરકાયદે મિલકત પચાવી પાડવી અને પઠાણી ઉઘરાણીથી એકત્ર થયેલી બિનહિસાબી રોકડ એજન્સીઓની નજરમાં આવ્યા વિના મુક્તપણે વાપરી શકાય છે.* સ્લીપર સેલ કે નેટવર્કને નાણાકીય ટેકોઃ દેશવિરોધી સંગઠનો ઘણીવાર સીધા વિદેશથી પૈસા મોકલવાને બદલે સ્થાનિક સ્તરે આવા ગેરકાયદે આર્થિક સામ્રાજ્ય ચલાવતા તત્વોનો ઉપયોગ ‘લોકલ ફંડિંગ’ માટે કરે છે. ૨. હવાલા નેટવર્ક ની શંકા શા માટે?  * સરહદી ભૌગોલિક સ્થાનઃ કચ્છ જિલ્લાની સીમાઓ દરિયાઈ અને જમીની માર્ગે આંતરરાષ્ટ્રીય સરહદ (પાકિસ્તાન) નજીક છે. * બિનહિસાબી કેશ રકમોનો સેટલમેન્ટઃ દરોડામાં ૧.૨૪ કરોડથી વધુ રોકડ, ૩૫થી વધુ મિલકતના દસ્તાવેજો અને ૧૭ બેંક કાડ્‌ર્સ મળી આવ્યા છે. સામાન્ય રીતે આટલી મોટી રોકડ કમોનો ઉપયોગ બેંકિંગ સિસ્ટમની બહાર નાણાંની હેરફેર કરવા માટે હવાલા ઓપરેટરો દ્વારા થતો હોય છે. ૩. પ્રેસ કટિંગ્સ અને રાષ્ટ્રવિરોધી માનસિકતાનું જોડાણ  * માહિતી એકત્ર કરવાની પદ્ધતિઃ આતંકવાદીઓ કે દેશવિરોધી તત્વો પર આધારિત લેખો, મિસાઈલ ટેક્નોલોજી કે દેશની સુરક્ષા સંબંધિત પ્રેસ કટિંગ્સ સાચવવાનો અર્થ એ હોઈ શકે કે આરોપીઓ કોઈ ચોક્કસ વિચારધારાથી પ્રભાવિત હતા.  * રેકી અથવા સ્થાનિક લેવલે એજન્ટઃ સરહદી વિસ્તારમાં રહીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી કે મિસાઈલ સેન્ટર્સ/લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવાના હેતુથી આવી સામગ્રી એકત્રિત કરાતી હોવાની શક્યતા પણ તપાસવામાં આવે છે. 

..........


દેશવિરોધી / શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગેની શું છે અશંકા..!


દરોડા દરમિયાન પોલીસને વ્યાજખોરીના હિસાબો સિવાય અખબારોના કેટલાક શંકાસ્પદ ન્યૂઝ કટિંગ્સ પણ મળી આવ્યા છે. આ પ્રેસ કટિંગ્સમાં મુખ્યત્વેઃ  * પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા અને બોમ્બ બ્લાસ્ટના કેસને લગતા સમાચારો.  * ભારતના મિસાઈલ પરીક્ષણ અને તેનાથી પાકિસ્તાનમાં ફેલાયેલા ભય અંગેના અહેવાલો.પોલીસ તપાસ અને શક્યતાઓઃ  * વિદેશી/સરહદી કનેક્શનઃ કચ્છ સરહદી જિલ્લો હોવાથી પાકિસ્તાન કે રાષ્ટ્રવિરોધી તત્વો સાથે કોઈ આડકતરો સંપર્ક અથવા સિન્ડિકેટ કામ કરી રહી છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. * ટેરર ફંડિંગ કે હવાલા નેટવર્કઃ ગેરકાયદે વ્યાજખોરી દ્વારા ભેગી કરાયેલી કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ રકમનો ઉપયોગ કોઈ દેશવિરોધી પ્રવૃત્તિઓ કે અનધિકૃત ફંડિંગમાં થતો હતો કે કેમ, તે અંગે તપાસ એજન્સીઓ વિશ્લેષણ કરી રહી છે. * માહિતી એકત્ર કરવાનો હેતુઃ આ પ્રકારના સંવેદનશીલ ન્યૂઝ કટિંગ્સ સાચવી રાખવા પાછળ આરોપીઓનો માનસિક ઝુકાવ કે કોઈ ચોક્કસ આકાઓ સાથેનો સંપર્ક છે કે કેમ, તે અંગે પણ પૂછપરછ કરવી ઘટે.


..........


કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી-એસપીશ્રી કેમ ન યોજે તાલુકાવાર લોકદરબાર?


અગાઉ પોલીસ વડા-ઉચ્ચ અધિકારીઓ લોક દરબાર યોજતા હતા, તે કેમ બંધ થઈ ગયા છે? કોઠારા વાળા પ્રકરણની જેમ જ વ્યાજના વિષચક્રમાં અન્યો નહી સપડાયા હોય તેની શું ખાત્રી? : લોક દરબારમા મુકત મને પીડીતો વ્યથા ઠાલવતા હતા , અમુક કિસ્સામાં ન્યાય પણ મળતો હતો, ફરીથી લોકદરબાર યોજવા જરૂરી

ગાંધીધામ : પોલીસતંત્ર અને લોકો વચ્ચે સુચારૂ સંવાદનો સેતુ સંધાય, માથાભારે કારસ્તાનીઓની સામે બોલતા જે પીડીતો અચકાતા હોય તેઓના દ્વારે પોલીસ અધિકારી ખુદ પહોચે તેવા ઉમદા ઉદેશ્યથી લોક દરબાર યોજવામા આવતા હતા. હાલમાં આવા લોક દરબારો યોજાતા જોવા મળતા નથી. કોઠારા વ્યાજનો મેાટુ પ્રકરણ જે રીતે સામે આવવા પામ્યુ છે એ તો સ્થાનિક મહીલા  ડીવાયએસપી તથા એસપીની ટીમની જાગૃતીને આભારી છે પરંતુ આવી રીતે લાંબા સમયથી અન્ય પીડીતો પણ આવા તત્વોના ભોગ નહી બનતા હોયે તેની શું ખાત્રી? ૧૦ ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કોને કહેવાય? લોકોના ઘરો-મિલ્કતો પણ પવાઈ લેવાઈ છે? ખરેખર કચ્છ બોર્ડર રેન્જ આઈજી અથવા તો એસપીશ્રી આવા વીસ્તારોમા અગાઉની જેમ લોક દરબાર યોજે તે સમયની માંગ બની રહી છે.

.........


- તો અન્ય પીડીતો-કાળા કારોબારીઓના નામ આવશે બહાર


ગાંધીધામ : પશ્ચીમ કચ્છ એસપીની ટીમ દ્વારા કોઠારામાથી જે વ્યાજના વિષચક્રનો મોટો ખુલાસો કર્યો છે તે સંવેદનશીલ છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, જો આ કેસમાં જ૯પાયેલા શખ્સોના ડાયરી, ફોન અને અન્ય દસ્તાવેજોની ઉંડાણપૂર્ણ તપાસ કરવામા આવશે તો કઈક ભોગગ્રસ્તો પીડીતોના નામો સામે આવી શકે તેમ છે. આવા વ્યાજકંધવાદીઓ સામે અવાજ ઉઠાવવાની તમામ પીડીતો હીમંત કરી શકતા નથી. એટલુ જ નહી પણ જડપાયેલાઓના નેટવર્કની આખેઆખી ટોળકી અને કાળા કારોબારમાં કોણ કોણ મલાઈ ખાતુ હતુ તે સહિતનાઓના નામો પણ સામે આવી શકે તેવુ જણાય છે. 


.........

 

Comments

COMMENT / REPLY FROM