Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં વિકાસનો નવો સૂર્યોદય

26 September

દેશના પ્રથમ મિથેનોલ પ્લાન્ટનો ગાંધીધામમાં ભવ્ય ભુમિપુજન



ડીપીએ-કંડલા અને એપીએલના સંયુકત સાહસ સમાન ઈ-મિથેનોલ પ્લાન્ટનું ગાંધીધામ ડીપીએ મેદાન મધ્યે કેન્દ્રીય શીપીગ મંત્રી સર્વાનંદ સોનેવાલ, ગુજરાતના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, આસામના સીએમ ડો. હેમંત બિસ્વા શર્મા સહીતના સ્થાનિક મોભીઓની ઉપસ્થિતીમાં આત્મનિર્ભર ભારતની દીશામાં વધુ એક ડગ મંડાયો


ગાંધીધામઃ કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને દેશની એનર્જી સિક્યોરિટી અને ‘નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન’ અંતર્ગત એક ઐતિહાસિક કદમ આજ રોજ કંડલા મધ્યે ઉઠાવાયો છે. ડીપીએ અને આસામ 
પેટ્રોકેમિકલ્સ લિમિટેડના જોઈન્ટ વેન્ચર (સંયુક્ત સાહસ) દ્વારા કંડલા ખાતે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન મિથેનોલનું ઉત્પાદન કરતો વિશાળ પ્રોજેક્ટની સ્થાપના કરવામા આવી રહી છે અને આજ રોજ કેન્દ્રીય શીપીંગ મંત્રી સર્વાનંદ સોનેવાલ, ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,આસામના સીએમ શ્રી ડો. હેમંત બિસ્વા શર્મા , ડીપીએ કંડલા પોર્ટના ચેરમેન સુશીલકુમારસીગ અને એપીએલના ચેરમેન શ્રી ડેકા તથા કચ્છના વિવિધ જાહેરજીવનના આગેવાનની ઉપસ્થિતમાં આ પ્રોજેકટનું ભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ પ્રોજેકટના આગમનથી કંડલામાં વિકાસનો એક નવો સુર્યોદય થવા પામશે તેવો આશાવાદ સૌ મહાનુભાવો દ્વારા તેમના ઉદબોધનમા તબક્કાવાર દર્શાવવામા આવ્યો હતો.  એટલુ જ નહી પરંતુ આ પ્રોજેકટ ભારતની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આ પ્રોજેક્ટમાં વપરાતા ઇલેક્ટ્રોલાઇઝર સહિતની મશીનરી સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવનારી હોવાથી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અભિગમને પણ બળ આપનારો બની રહેશે.  કંડલામાં સ્થાપનારો મેથેનોલ પ્રોજકેટ દેશનો સર્વપ્રથમ પ્રોજેકટ છે. 
તબક્કાવાર દર્શાવવામા આવ્યો હતો.  એટલુ જ નહી પરંતુ આ પ્રોજેકટ ભારતની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આ પ્રોજેક્ટમાં વપરાતા ઇલેક્ટ્રોલાઇઝર સહિતની મશીનરી સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવનારી હોવાથી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અભિગમને પણ બળ આપનારો બની રહેશે.  કંડલામાં સ્થાપનારો મેથેનોલ પ્રોજકેટ દેશનો સર્વપ્રથમ પ્રોજેકટ છે. આજ રોજ યોજાયેલા ભવ્યાતિભવ્ય શિલાન્યાસના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ, ગુજરાત રાજયના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, આસામના સીએમ ડો. હિમંત બિસ્વા શર્મા, શિપીગ રાજય મંત્રી શાન્તનુ ઠાકુર, રાજયના મંત્રીશ્રીઓ કાંતીભાઈ અમૃતીયા, ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ,  કચ્છ મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભાજપ પ્રદેશ મહામંત્રી તથા માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિહ જાડેજા(ધારાસભ્યશ્રી રાપર)  દિવ્યાબેન નાથાણી, કચ્છ કલેકટર અનિલ રાણાવસીયા, જિલ્લા વિકાસ અધીકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મનપાના કમિશ્નર બી ડી દવેરા, મીનીસ્ટ્રી ઓફ શીપીંગ એન્ડ વોટરવેયઝના સેક્રેટરી શ્રી વિજયકુમાર, એપીએલના ચેરમેન બિલકુલકુમાર ડેકા, એપીસીએલના વાઈસ ચેરમેન હેમંતા ગોગોઈ, ડીપીએ કંડલાના ચેરમેન સુશીલકુમાર સીંગ, , તેજાભાઈ કાનગડ, રોમુભાઈ ચતુરાણી, ગીરધર વિધાણી, કૈલાશ ગોર, મુકેશ આચાર્ય, મનોજ મનસુખાણી, રાણાભાઈ વીસરીયા, ભરત ગુપ્તા, સેવકભાઈ લખવાણી, બાબુભાઈ હુંબલ, દિનેશભાઈ ગુપ્તા, નરેશભાઈ બુલચંદાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

..........................


ડીપીએ-કંડલાના કાર્યક્રમમાં દેશભકિતનો અનેરો રંગ છવાયો

રાષ્ટ્રપ્રત્યે દેશભકિતથી ઓતપ્રોત વંદે માતરમના ગાનથી આજ રોજ ડીપીએ મેદાન મધ્યે ઈ મિથેનોલના શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જેના પગલે દેશભકિતનો અનેરો રંગ છવાયો હતો.


.........................

ભારત હવે વિશ્વના જહાજોને ગ્રીન એનર્જીથી સશક્ત બનાવશે : શ્રી સર્વાનંદ સોનોવાલ

ભુકંપ પછીના કચ્છે વિકાસનું સાચુ રોલમોડેલ દુનીયાને દેખાડી દીધુ છે, મોદીજીના નેતૃત્વમાં કચ્છ ર૦૦૧ બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે


કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા? કેમ છો બધા?સર્વાનંદ સોનેવાલની આત્મીયતા ઉદબોધનમાં ઝલકી


ગાંધીધામ :  દિબ્રુગઢ લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, આસામ પેટ્રો-કેમિકલ્સ તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ પ્રદેશમાં આવેલું છે. આ તકે તેમણે આસામ અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરીને દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ અને 
ઉત્તરપૂર્વના રાણી રુક્મિણી તથા તેજપુરના ઉષા અને અનિરુદ્ધની કથા તેમજ ૧૫મી સદીના આસામી સંત શ્રીમંત શંકરદેવના કાર્યને યાદ કર્યું હતુ.કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ જણાવ્યું કે, ’વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતને 
નેતૃત્વ કરવાની અને અનુસરણને બદલે આત્મવિશ્વાસની દિશા આપી છે. જેમ ભારત હવે 
પોતાના જહાજો અને કન્ટેનરોનું નિર્માણ કરી રહ્યું છે, તેમ ટૂંક સમયમાં વૈશ્વિક વેપારને શક્તિ આપતું સ્વચ્છ ફ્યૂલ પણ બનાવશે. આવનારા વર્ષોમાં કંડલા સિંગાપુર-રોટરડેમ માર્ગ પર ગ્રીન ફ્યુઅલ હબ બની શકે છે અને આ પ્લાન્ટ દેશના દરેક મોટા બંદર માટે એક આદર્શ મોડલ સાબિત થઈ શકે છે. આ પ્લાન્ટ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે અને ભારતને ૨૦૭૦ સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તેમજ ’વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ના લક્ષ્યો હાંસલ કરવામાં મજબૂત રીતે આગળ વધારશે.


.......................

ગુજરાત હવે ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ ગેટવે બનશેઃ શ્રી ભૂપેન્દ્ર પટેલ

કચ્છને વિકાસની નવી પાંખો આપવાનું કામ મોદીજીએ કર્યુ છે : એશીયાનો સૌથી મોટો રીન્યુબલ એનર્જી પાર્ક બાદ હવે ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં પણ નવી પહેલ થવા જઈ રહી છે 


ગાંધીધામ : આજ રોજ ડીપીએ મેદાન મધ્યે કંડલા ડીપીએ પોર્ટ અને એપીએલના સંયુકત સાહસ રૂપ દેશના પ્રથમ ઈથેનોલ પ્લાન્ટના શિલાન્યસ પ્રસંગેના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ’વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત હરિત વિકાસની દિશામાં તેજગતિએ આગળ વધી રહ્યું છે. આ યાત્રાનું નેતૃત્વ કરતા ગુજરાત ગૌરવ અનુભવે છે. કચ્છ અને ગુજરાતનો લાંબો દરિયાકિનારો હવે કંડલા દ્વારા વિશ્વના જહાજોને શક્તિ આપશે. આ પ્લાન્ટ ગુજરાતની નવીનીકરણીય ઊર્જા ક્ષમતાને ઊર્જા નિકાસમાં પરિવર્તિત કરે છે તથા ગુજરાતના દરિયાકિનારાને ભારતની ગ્રીન એનર્જી માટે વિશ્વનું પ્રવેશદ્વાર બનાવે છે.


.................

હવે ભારત વિશ્વને ગ્રીન એનર્જીની શક્તિ આપશે : ડૉ. હેમંત બિસ્વા સરમા

ગાંધીધામ : આજ રોજ ડીપીએ મેદાન મધ્યે કંડલા ડીપીએ પોર્ટ અને એપીએલના સંયુકત સાહસ રૂપ દેશના પ્રથમ ઈથેનોલ પ્લાન્ટના શિલાન્યસ પ્રસંગેના કાર્યક્રમમાં આ અવસરે આસામના મુખ્યમંત્રી ડૉ. હેમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, ’વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 
પૂર્વોત્તરને ભારતની વિકાસયાત્રાના કેન્દ્રસ્થાને સ્થાપ્યું છે અને આસામ પોતાના ઉદ્યોગસાહસ તથા મહત્ત્વાકાંક્ષા દ્વારા વડાપ્રધાનશ્રીએ મૂકેલા વિશ્વાસનો પ્રતિસાદ આપી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી, 
ભરપૂર સૂર્યપ્રકાશ અને વિશાળ જલવિદ્યુત ક્ષમતાથી સમૃદ્ધ આસામ હવે ગ્રીન એનર્જી પાવરહાઉસ બનવા માટે પણ તૈયાર છે. આજે આસામની એક કંપની નામરૂપથી કંડલા સુધી 
પોતાની શક્તિ લઈને આવી છે, જે સાબિત કરે છે કે 
પૂર્વોત્તર ભારતના સ્વચ્છ ઊર્જાભવિષ્યને શક્તિ 
આપશે.”


...............
.
મિથેનોલ પ્લાન્ટ મોદીજીની આત્મનિર્ભર ભારતની પહેલને સાર્થક કરશે : સુશીલકુમારસિગ

ગાંધીધામ : આજ રોજ શિલાયન્સ કાર્યક્રમ દરમ્યાન પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરતા ડીપીએના વિઝનરી ચેરેમનશ્રી સુશીલકુમારે પ્રોજેકટને લગતી માહીતી આપતા કહ્યુ હતુ કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 
આપેલા વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવાના સંકલ્પને મજબૂત બનાવશે તથા ભારતના મેરીટાઇમ ક્ષેત્રના વિસ્તરણ માટેના વ્યાપક પ્રયાસોના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ છે. આગામી પાંચ વર્ષમાં દેશની મર્ચન્ટ ફ્લીટમાં ૧૦૦ નવા જહાજો ઉમેરવાની યોજના છે, જેના થકી વર્ષ ૨૦૪૭ સુધીમાં વિશ્વના સૌથી વધુ જહાજો ધરાવતા ટોચના 
પાંચ દેશોમાં ભારતને સ્થાન અપાવવાનો લક્ષ્યાંક છે. વૈશ્વિક શિપિંગ કંપની મસ્ક એ પણ ભારતમાં નિર્મિત કન્ટેનરોનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે.રૂ. ૨,૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ પ્લાન્ટને દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને નામરૂપ સ્થિત આસામ 
પેટ્રો-કેમિકલ્સ લિમિટેડ સંયુક્ત રીતે તબક્કાવાર આકાર આપશે. ભારતની સૌથી મોટી ઇ-મિથેનોલ ઉત્પાદન સુવિધાઓ પૈકી એક આ યોજના પ્રત્યક્ષ અને 
પરોક્ષ રીતે ૩,૫૦૦થી વધુ રોજગારીની તકોનું સર્જન કરશે. તદુપરાંત, કંડલા અને આસપાસના વિસ્તારોમાં ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇનના વિકાસને ગતિ આપશે, જેમાં પરિવહન, સંગ્રહ, પુરવઠો તથા ગ્રીન મોલેક્યુલ્સના 
ઉત્પાદન સાથે જોડાયેલા અન્ય સહાયક ઉદ્યોગોનો સમાવેશ થાય છે.


................

આજે અનેરો ઐતિહાસીક દિવસ છે : બિકુલચંદ્ર ડેકા


ગાંધીધામ : આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં એપીએલના ચેરમેન શ્રી બીકુલચંદ્ર ડેકાજીએ પ્રાસંગીક ઉદબોધન કરતા કહ્યુ હતુ કે,  આજે ઐતિહાસીક દીવસ છે. આજનો દીવસ એપીએલ અને ડીપીએ માટે જ નહી પણ કચ્છ-ગુજરાત અને ભારત માટે ઈતિહાસ રચાઈ રહ્યો છે. દેશનો પ્રથમ મિથેનોલ પ્લાન્ટ આજે શિલાન્યસ થવા પામી રહ્યો છે. શ્રી ડેકાએ આ તબકકે કેન્દ્ર સરકાર અને શીપીંગ મીનીસ્ટ્રી સહિતનાઓનો આભાર માન્યો હતો અને એપીએલ આસામ પેટ્રોકેમીકલની માહીતી સ્થાપનાથી લઈ અને અત્યાર સુધીમાં દેશના વિકાસમાં ભજવેલી ભુમીકાઓ બાબતે કહ્યુ હતુ.




........................

શ્રી ડો. હેમંત બિસ્વા શર્માના ઉદબોધનના મુખ્ય અંશ


- ગુજરાતની જનતાને અભિનંદન. ડીપીએ-કંડલા અને એપીએલ દ્વારા ૧પ૦ ટીપીડી ઈ મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ થયો છે. આ પ્લાન્ટ દેશ માટે મોટી ઉપલબ્ધી છ.આ પ્રોજેકટ  દેશના  ગ્રીન ફયુઅલનુ કેન્દ્ર બનશે. મોદીજીની દિર્ધદ્રષ્ટીને પણ અભિનંદન આપવા ઘટે. - પીએમશ્રીની વિઝનરી લીડરશીપથી જ આજે ભારત ગ્રીન ફયુઅલની દીશામાં આગળ વધે છે.ઃ આસામનોમિથેનોલનો અનુભવ પાંચ દાયકા જુનો છે. : ગુજરાત-આસામ આ પ્રોજેકટને ઝડપથી સાક્ષાત કરવા સદાય પ્રતીબદ્ધ છે : આસામ-ગુજરાતનો સબંધો ધણો જુનો છે.ઃ ગુજરાતનો વિકાસ આસામ માટે સદાય પ્રેરણાસ્ત્રોત છે.


.....................

શ્રી સર્વાનંદ સોનેવાલના ઉદબોધનના મુખ્ય અંશ

- કેબીનેટ શીપીંગ મંત્રીશ્રીએ ગુજરાતીમાં ખબર અંતર પૂર્છીને ઉપસ્થિતોના હદય જીત્યા - - મોદીજીની વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર નીતી, મેક ઈન ઈન્ડીયા, સૌનો સાથ-સોનો વિકાસની નીતીને આધારીત દેશની પ્રજાને એકત્રીત કરી છે, આજનો મિથેનોલ પ્લાન્ટ પણ તેના જ ભાગરૂપે સફળતાથી આગળ ધપશે. - મોદીજીની દિર્ઘદ્રષ્ટીથી આજે ભારત આર્થિક મોરચે વિશ્વમાં અગ્ર ગતિએ આગળ વધે છે - મોદીજીની કુનેહથી ભારત આજે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે - શીપીંગ મંત્રીશ્રીએ અગાઉની કોંગ્રેસ સરકારને લીધા આડેહાથ-વરસાવ્યા શાબ્દીક ચાબખા - આસામ-ગુજરાતનો આ સંયુકત પ્રોજેકટ આગામી સમયમાં રોજગાર ઉત્સર્જન-આર્થિક વિકાસમાં મોટી ભુમિકા ભજવશે. કંડલા પોર્ટ આજે દુનીયાના ૧૦૦ ટોપના પોર્ટમાં મોખરાના સ્થાને પહોચી ચુકયું છે, મેગાપોર્ટમાં ડીપીએ-કંડલાને સ્થાન મળ્યુ છે 


..................

શ્રી સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અંશ

- મોદીજીની રાષ્ટ્રસેવા સમર્પણ-જનસેવા સાધનાના રપ વર્ષ ૭મી ઓકટોબરે પુરા થશે.- સરકારના વડા તરીકે સૌથી વધુ સમય સેવારત રહેવાનો અનોખો વિક્રમ તેઓએ સ્થાપયો છે.- દેશભરમાં હાલમાં સેવા સંકલ્પ અભિયાન યોજાઈ રહ્યુ છે અને આજે ડીપીએના આંગણે દેશની ગ્રીન શીપીંગને નવીદીશા આપતા પ્રોજેકટનો શિલાન્યસ થયો છે. - મોદીજીના સૌનો સાથ, સોનો વિકાસ, સોનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનુ સુત્ર તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને આ પ્રોજેકટ સાકાર કરે છે. : મોદીજીના નેતૃત્વમાં ભારત આજે ગ્રીન હાઈડ્રોજનની દીશામાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. - પીએમના નેતૃત્વમાં રેવલે ક્ષેત્રે પણ આવતીકાલે નવી ડગ મંડાશે- કચ્છના વિકાસને મોદીજીએ નવી પાંખો આપી છે : કલીન અને ગ્રીન એનર્જીની દીશામાં આજનો પ્રોજેકટ સીમાચિહ્ન રૂપ બનશે 


 

Comments

COMMENT / REPLY FROM