Trending News
ક્રાઈમ

રાપર પોલીસે રૂ. ૨.૯૬ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, : કાર મૂકી ચાલક ફરાર

25 September


રામવાવથી રાપર તરફ આવતી બલેનોનો પીછો કરતા રતનેશ્વર મંદિર રોડ પર અકસ્માત : ૭૯૮ નંગ દારૂ-બીયરનો જથ્થો કબજે

ગાંધીધામ - કચ્છઉદય : રાપર પોલીસે પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.રામવાવથી રાપર તરફ આવી રહેલી જીજે-૩૯-સીડી-૯૯૨૭ નંબરની બલેનો કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે કારનો પીછો કર્યો હતો. રતનેશ્વર મંદિર રોડ પર કાર અવાડા સાથે અથડાતા ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે કારની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની દારૂની ક્વાટર તથા બીયર-ટીન મળી કુલ ૭૯૮ નંગ, કિંમત રૂ. ૯૬,૦૦૦, તેમજ રૂ. ૨ લાખની બલેનો કાર મળી કુલ રૂ. ૨.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM