Trending News
સ્થાનિક સમાચાર

આધોઇમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

24 September


આધોઈ : આધોઇ ગામની ઉદેપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારીના સુપરવિઝન હેઠળ સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય વિજયસિંહ જાડેજા, ગામના સરપંચ રાજાભાઈ પટેલ, ગામના આગેવાનો, તલાટી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંઘ, તાલુકા સુપરવાઈઝર સૂર્યકાંતભાઈ, એટીએસ કૌશિકભાઈ, પીએચસી વિજપાસરના એમઓ ડૉ. તૈફુર તથા પીએચસી સુપરવાઈઝર વિજયભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
સેેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધવિભાગોના અધિકારી-કર્મચારીઓ દ્વારા ગ્રામજનો પાસેથી અરજીઓ સ્વીકારી સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સીએચઓ યશભાઈ પ્રજાપતિ, એમપીડબલ્યુ જયરામભાઈ, વજુભાઈ રવિભાઈ તથા આશા તૃષ્ણાબેન દ્વારા આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ગ્રામજનોએ એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળતાં કાર્યક્રમને આવકાર્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM