Trending News
સ્થાનિક સમાચાર

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છની તમામ એપીએમસીમાં વૃક્ષારોપણ કરાયું

24 September



ભુજ - કચ્છઉદય : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રાર સ.મં. ભુજ-કચ્છની કચેરી દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ બહુમાળી ભવનમાં રૂમ.નં.૨૨૦-૨૨૧-૨રર ખાતે યોજાયો હતો તથા તેને સંલગ્ન કાર્યક્રમ ભુજ-કચ્છ જિલ્લાના તમામ એપીએમસી તથા જિલ્લાના તમામ તાલુકા  જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા રજિસ્ટ્રાર સ.મં.ભુજ-કચ્છ એમ.એલ.અગરવાલ, કાર્યાલય અધીક્ષક એમ.વી.વીંઝોડા તથા કચેરીના કર્મચારીએઓ ઉત્સાહ પૂર્વક હાજર રહી સ્વચ્છતાની કામગીરી કરી હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જાહેર સ્થળોને સ્વચ્છ તથા હરિયાળા બનાવવાનો રહ્યો હતો. વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની સતત જવાબદારી છે. અભિયાન દરમિયાન એપીએમસી તથા તાલુકા - જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસર અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજિત ૧૧૦૦થી વધુ વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું તથા અંદાજિત ૨.૨ ટન ઘન કચરો એકત્રિત કરાયો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી આ કામગીરી દ્વારા સહકારી સંસ્થાઓએ પણ સામાજિક જવાબદારીના ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહી છે. કચ્છ જિલ્લાના તમામ એપીએમસી ખાતે યોજાયેલા આ અભિયાનથી સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીનો ત્રિવેણી સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. 
---------

Comments

COMMENT / REPLY FROM