Trending News
સ્થાનિક સમાચાર

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખારોઈ અને મીઠડી ગામે સફાઈ કાર્યક્રમ યોજાયો

24 September



ભુજ - કચ્છઉદય : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વછતા, સફાઈ જાગૃતિ કાર્યક્રમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી, કચ્છ (પશ્ચિમ) અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સેવાગ્રામ સિમેન્ટ વર્ક્‌સ, વાયોર દ્વારા સંયુક્ત રીતે ખારોઈ ગામના સિદ્ધેશ્વર મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ખરોઈ ગામના લોકો અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વછતા, સફાઈ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધેશ્વર મંદિર અને તેની પાસેના તળાવમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન કુલ ૪૦૦ કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને ૧૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૦-૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીપીસીબીના અધિકારી દ્વારા સિંગલ-યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીને તેના વિકલ્પ તરીકે કાપડ થેલીઓ વાપરવી તેમજ ઘરમાંથી નીકળતો સૂકો કચરા તથા ભીના કચરાનું યોગ્ય વિભાજન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓ દ્વારા સ્વચ્છ, સુંદર અને કચરામુક્ત સ્થળો જાળવવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.  બીજી તરફ મીઠડી ગામ ખાતે યોજાયેલા સફાઈ કાર્યક્રમમાં મીઠડી ગ્રામ પંચાયતના સરપંચ, શિક્ષક અને ૨૦-૨૫ ગ્રામજનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 
-----

Comments

COMMENT / REPLY FROM