Trending News
સ્થાનિક સમાચાર

ભુજના અંજલીનગરમાં દિવાલ ધરાશાયી થતાં બે મજૂર ઈજાગ્રસ્ત

24 September



ભુજ - કચ્છઉદય : આજે વહેલી સવારે ભુજના અંજલીનગર વિસ્તારમાં દિવાલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતાં ત્યાંથી કામ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઉપર દિવાલ પડતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ભાણજી હીરજી મહેશ્વરી અને નાનજી વેલજી બળીયા ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક ઈજાગ્રસ્તને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે જ્યારે અન્ય ઈજાગ્રસ્તને પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. 
----

Comments

COMMENT / REPLY FROM