Trending News
ક્રાઈમ

સામખીયાળીમાં સનસનાટીભરી ઘટનામાં પોલીસની કાર્યવાહી

24 September


 સામખીયારીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

સામખીયારીઃ    સામખીયારી ના  આંબલીયારા રોડ વિસ્તારમાં સગીર વયની કિશોરીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા સાત માસથી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.બનાવ અંગેની વિગતો મુજબ, સામખીયારીના જંગી રોડ પર રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્થાનિકે રહેતો રામ દેવાભાઈ કોલી નામનો શખ્સ તેમની સગીર વયની દીકરીના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. આરોપી સગીરા વયની હોવાનું જાણવા છતાં ધમકાવીને છેલ્લા સાત મહિનાથી તેના ઘરે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. પીડિતાએ પરિવારને આ અંગે જાણ કરતાં સામખીયારી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM