સ્વામિનારાયણ ગુરૂકુળ નારાણપરની શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રગ્બીમાં ચેમ્પિયન
ભુજ - કચ્છઉદય : સ્વામિનારાયણ ગુરૂકુળ નારાણપર સંચાલિત ઘનશ્યામ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓ એસજીએફઆઈ રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની રગ્બી સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે. શાળા કોચ રજનીશ હિરાણી, અર્જુન સિંઘ દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.રમતગમતની આ સિદ્ધિ બદલ સંચાલક મંડળ વતી સ્વામી નારાયણવલ્લભદાસજી, સ્વામી ધર્મ ચરણદાસજી, સ્વામી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામી દિવ્ય પ્રકાશ દાસજી, શાળાના ટ્રસ્ટી, શાળાના આચાર્ય પંકજ રાજગોર, રિદ્ધિબેન રાવલ, સંચાલક રોનક રાવલ, સંજય ટાંક અને સર્વે શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા
-----

Comments