Trending News
ક્રાઈમ

દુધઇ નજીક ખેતરમાંથી ૫૦ વર્ષીય આધેડની લાશ મળતા ચકચાર

23 September




દુધઇ સી.એચ.સી.  હોસ્પિટલ ખાતે પીએમ કરાયુંઃ દુધઇ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અંજાર : અંજાર તાલુકાના જુની દુધઇ વિસ્તારમાં આવેલી પટેલ કંપની નજીક કામ કરતા અને મૂળ ઉત્તર પ્રદેશના ૫૦ વર્ષીય આધેડનો મૃતદેહ અલ્લરખા હોટલ સામે આવેલા ખુલ્લા ખેતરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જુની દુધઇની પટેલ કંપનીમાં કામ કરતા રાજુ બદ્રી નાયી (સૈની) (ઉ.વ. ૫૦) ગત તા. ૨૧મી સપ્ટેમ્બરના સવારથી કંપનીમાંથી ક્યાંક ચાલી ગયા હતા. ત્યારબાદ તા. ૨૨મીની સવારે તેમની શોધખોળ હાથ ધરાતાં, પી.એમ. જાડેજાના ખુલ્લા ખેતરમાંથી તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સાથે કામ કરતા ધનીરાજ મેકુ નામના શખ્સે તેમને તાત્કાલિક દુધઇ સી.એચ.સી. હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડો. ધર્મેશ સોરઠીયાએ તેમને મૃત જાહેર કર્યા હતા. દુધઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એચ. ઝાલાએ બનાવ અંગે બી.એન.એસ.એસ. ૧૯૪ હેઠળ નોંધ કરી આગળની તપાસ હાથ 
ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM