Trending News
સ્થાનિક સમાચાર

 આધોઈ કાસેઝ સોપારી કાંડઃ DRI ની તપાસમાં નવા ચોંકાવનારા ઘટસ્ફોટ!

23 September

પોલીસે તો વધુ કંઈન ઉકાળ્યુ, હવે કસ્મટ-ડીઆરઆઈ કરશે ધડાકા.!

 

યુનિટ માલિક જેલહવાલે, હવે તપાસનો ધગધગતો દોર ટ્રાન્સપોર્ટર તરફ લંબાવાયો : ગેરકાયદે સોપારી બહાર કાઢનાર ગાંધીધામના ટ્રાન્સપોર્ટરને સમન્સ અને નોટિસની ફટકારઃ અવારનવાર માલ ડ્ઢ્‌છ માં સરકાવી દીધાની શક્યતા!


ગાંધીધામ : ગાંધીધામ અને કંડલા પંથકમાં આવેલું કાસેઝ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન) દેશના આર્થિક વિકાસ અને નિકાસ પ્રોત્સાહનનું એક મહત્વનું કેન્દ્ર ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંથી આચરવામાં આવતી ગેરરીતિઓ અને તસ્કરીના કૌભાંડોએ સરહદી કચ્છની સુરક્ષા અને દેશના મહેસૂલ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં જ સામે આવેલા આધોઈ કાસેઝ સોપારી કાંડમાં ડીઆરઆઈ દ્વારા હાથ ધરાયેલી આકરી તપાસ અને લખનૌથી યુનિટ માલિકની ધરપકડ બાદ, આ સમગ્ર રેકેટનો વ્યાપ કેટલો ઊંડો છે તેનો તાગ મળવા લાગ્યો છે.આ કેસનો સૌથી ચોંકાવનારો અને ચિંતાજનક પહેલું એ છે કે, આશરે સાત-આઠ મહિના પહેલાં જ્યારે બોર્ડર રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમે રૂ. ૧.૫૦ કરોડની સોપારી પકડી પાડી હતી, ત્યારે કૌભાંડનું મૂળ કાસેઝના યુનિટ સુધી પહોંચ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ તપાસ આગળ ધપાવવાના બદલે ‘ઠંડી’ પડી ગઈ હતી. જો કાસેઝ પ્રશાસન અને સ્થાનિક કસ્ટમ વિભાગે એલઓએ રદ કરી, યુનિટ હરાજીમાં મૂકી અને સિક્યુરિટી બેસાડવાની આકરી કાર્યવાહી ન કરી હોત, તો કદાચ આ કૌભાંડ કાગળો પર જ દબાઈ ગયું હોત. સાયબર ક્રાઈમ કે સ્થાનિક તપાસ એજન્સીઓની આવી શંકાસ્પદ નિષ્ક્રિયતા સામે શંકાની સોય ચિંધાવી સ્વાભાવિક છે.ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો દર્શાવે છે કે, કન્ટેઈનરોમાંથી ગેરકાયદેસર રીતે સોપારીનો જથ્થો ડીટીએ (ડોમેસ્ટિક ટેરિફ એરિયા) એટલે કે દેશી બજારમાં સરકાવી દેવાનું એક મોટું નેટવર્ક સક્રિય હતું. પકડાયેલા ટ્રક ડ્રાઈવરની એ કબૂલાત કે ‘તે અવારનવાર ઝોનમાં આંટાફેરા મારી ચૂક્યો છે’, એ વાતની સાક્ષી પૂરે છે કે આ કોઈ એક વખતનો બનાવ નહોતો, પરંતુ કરોડો રૂપિયાનું સિન્ડિકેટ કૌભાંડ હતું.હવે જ્યારે તપાસનો ધગધગતો દોર ગાંધીધામ આસપાસના ટ્રાન્સપોર્ટરો સુધી લંબાવાયો છે અને નોટિસો ફટકારવામાં આવી રહી છે, ત્યારે માત્ર નાના ડ્રાઈવરો સમાન યુનિટ માલિકો જ નહીં, પરંતુ ઝોનમાંથી માલ બહાર કાઢવામાં મદદગાર બનેલા ‘અંદરના કાળી ઘેટાંઓ’ અને મલાઈદાર પોસ્ટીંગ ભોગવતા જવાબદારો સુધી પણ તપાસનો હાથ પહોંચવો જરૂરી છે.સરહદી કચ્છ જિલ્લામાં એક તરફ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલતાની વાતો થાય છે, અને બીજી તરફ આવા કરોડોના આર્થિક ગુનાઓ આચરતા માફિયાઓને છાવરવામાં આવે તે દેશહિતમાં નથી. ડીઆરઆઈની આ કાર્યવાહી તાર્કિક અંત સુધી 
પહોંચે અને આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારો જેલના સળિયા પાછળ ધકેલાય તે સમયની માંગ છે.


...................

 ટ્રાન્સપોર્ટરનો ડ્રાઈવર બોલ્યો અને ભેદ ખુલ્યો!

ગંધીધામ : હવે આ ચર્ચિત પ્રકરણમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ડ્ઢઇૈં એ ગાંધીધામ 
આસપાસના એક જાણીતા ટ્રાન્સપોર્ટરને નોટિસ ફટકારીને કડક પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હોવાની ચર્ચા છે.ગેરકાયદે જથ્થા સાથે ઝડપાયેલા ટ્રક-ટ્રેલરના ડ્રાઈવરે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, “હું એક વાર નહીં, પણ અવારનવાર કાસેઝ ઝોનમાં આંટાફેરા મારી ચૂક્યો છું!”ડ્રાઈવરની આ કબૂલાત પરથી સ્પષ્ટ થાય છે કે, આ યુનિટોમાંથી એકથી વધુ વખત ગેરકાયદેસર રીતે સોપારીનો મોટો જથ્થો દેશી બજાર (ડ્ઢ્‌છ) માં ઘુસાડી દેવાયો છે. ડ્ઢઇૈં ની તપાસ હવે આ દિશામાં તેજ બનતાં આગામી દિવસોમાં સોપારી કૌભાંડમાં વધુ મોટા માથાંઓ સામે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.


.............

DRI  નું રેડ સિગ્નલઃ લખનૌથી યુનિટ માલિકની ધરપકડ

ગાંધીધામ : મહિનાઓ સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ) એ સમગ્ર કેસમાં ઝંપલાવ્યું હતું. DRI ની ટીમે ચાર-પાંચ દિવસ સુધી ડેરાતંબૂ તાણીને યુનિટમાં રહેલા ૪ જેટલા કન્ટેઈનરો તેમજ અહીંથી ગેરકાયદેસર રીતે DRI  (ડોમેસ્ટિક ટેરિફ એરિયા) માં સરકાવી દેવાયેલા કન્ટેઈનરો અને જથ્થાના દસ્તાવેજોનું બારીકાઈથી ‘ક્રોસ ચેકિંગ‘ કર્યું હતું. આ ઊંડાણપૂર્વકની તપાસના અંતે UP ના લખનૌથી આ યુનિટ જેના નામે રજિસ્ટર્ડ હતું તે મુખ્ય શખ્સની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દેવાયો હતોે.


...................

 સાયબર ક્રાઈમ ટીમ ઠંડી પડી, કાસેઝ અને કસ્ટમની કડક કાર્યવાહી


ગાંધીધામ : આશરે સાતથી આઠ મહિના પહેલાં કચ્છ બોર્ડર રેન્જ આઈજીની સાયબર ક્રાઈમ ટીમે રૂ. ૧.૫૦ કરોડની કિંમતનો સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સોપારી આધોઈ-ભચાઉ પાસે આવેલ કાસેઝ ના યુનિટમાંથી બહાર નીકળી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ મસમોટા કૌભાંડ બાદ સાયબર ક્રાઈમની ટીમ તપાસના નામે સુસ્ત અથવા સાવ ઠંડી પડી ગઈ હતી.બીજી તરફ, કાસેઝ પ્રશાસન અને સ્થાનિક કસ્ટમ વિભાગે લાલ આંખ કરીને બે યુનિટ સામે આકરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પ્રથમ યુનિટનું એલઓએ (લેટર ઓફ ઓથોરિટી) રદ કરી દેવાયું અને યુનિટનું ઓક્શન (હરાજી) પણ કરી દેવાયું. તો બીજું યુનિટ કડક નોટિસ ફટકારી સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM