Trending News
સ્થાનિક સમાચાર

જાયન્ટ્‌સ સપ્તાહ નિમિત્તે શાંતિસુંદર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ

22 September




ભુજ-કચ્છ ઉદય :  વિશ્વભરના જાયન્ટ્‌સ ગ્રૂપો દ્વારા ઉજવાઈ રહેલા જાયન્ટ્‌સ સપ્તાહ અંતર્ગત જાયન્ટ્‌સ ગ્રૂપ ઓફ ભુજે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ભુજના પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં આવેલા શાંતિસુંદર સ્મૃતિવનમાં યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન સભ્યોએ વૃક્ષારોપણ કરી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે અભિલાષ મહેતા, જયસિંહ પરમાર, પ્રદીપ જોષી, ભુપેન્દ્ર મહેતા, કાનજી મોખા, કનુ રાવલ, કીરીટસિંહ જાડેજા, વિનોદ ગોર, વિનોદ ચૌહાણ, ભરત સોની, અરુણ જોષી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જાયન્ટ્‌સ સપ્તાહ દરમિયાન સમાજોપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાના વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. 
-----------

Comments

COMMENT / REPLY FROM