Trending News
સ્થાનિક સમાચાર

માર્ગ સલામતી અંગે કેરા આઈટીઆઈમાં જાગૃતિ સેમિનાર યોજાયો

22 September


સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને સુરક્ષિત વાહન વ્યવહાર અંગે અપાયું માર્ગદર્શન

ભુજ - કચ્છઉદય : વડાપ્રધાનના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ દ્વારા કેરા સ્થિત આઈટીઆઈ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવા મારું યોગદાન” વિષયને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સી.આઈ. મહેરા, સહાયક મોટર વાહન નિરીક્ષક અંકિત પટેલ તેમજ શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગો પર વાહન ચલાવતી વખતે અનુસરવાની સાવચેતીઓ, ટ્રાફિક નિયમોનું પાલન અને જવાબદાર વાહન વ્યવહારના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત વાહન વ્યવહાર કચેરી દ્વારા ઉપલબ્ધ કરાતી ફેસલેસ અને કોન્ટેક્ટલેસ સેવાઓ વિશે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. સુરક્ષિત પરિવહન વ્યવસ્થા અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાના હેતુથી હિટ એન્ડ રન સહાય યોજના, ૨૧/રાહત યોજના તથા ગુડ સમેરીટન યોજના સહિતની વિવિધ યોજનાઓ અંગે પાવર પોઈન્ટ પ્રસ્તુતિ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમના સમાપન સમયે સહાયક મોટર વાહન નિરીક્ષક અંકિત પટેલે વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને ટ્રાફિક નિયમોના પાલન દ્વારા સુરક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM