Trending News
ક્રાઈમ

રાપરના બાદરગઢમાં યુવણી પર વારંવાર બળાત્કાર :

22 September


બે હેવાન નરાધમો સામે ફરીયાદ

રાપરઃ રાપર તાલુકાના શિરાનીવાંઢ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય વિવાહિત યુવતીને બાદરગઢના કમલેશ ભૂરાભાઈ રાઠોડ (ભીલ) નામના શખ્સે પતિ તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીએ બાદરગઢ ખાતે ફરીયાદીના ઘર નજીક આવેલી બાવળની ઝાડીમાં યુવતી સાથે ઝપાઝપી કરી અને ગાળો આપી તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં ગામના જ ભોજાભાઈ ભિખાભાઈ સોલંકી નામના શખ્સે ગાળો આપી મદદગારી કરી હતી.
આરોપી કમલેશની બીકને કારણે યુવતીએ અગાઉ વાત છુપાવી હતી, પરંતુ બાદમાં પરિવારે હિંમત આપતા તેણીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ કલ્પનાબેનની હાજરીમાં યુવતી તેની માતા સાથે આવી ફરિયાદ નોંધાવી હતી. રાપર પોલીસ મથકના એચ.વી. કાતરિયા અને હેડ કોન્સ્ટેબલ મનહરભાઈએ બી.એન.એસ. કલમ ૬૪(૨)(એમ), ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે.

 

Comments

COMMENT / REPLY FROM