અંજારમાંથી ઘરના ખાટલામાં મહીલાની લાશ મળતા ચકચાર
અંજાર પોલીસ મથકે અકાળે મોતના બે જુદા જુદા બનાવો નોંધાયા : વાડીમાં પાણી વાળતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત
અંજારઃ અંજાર પોલીસ મથકે અકાળે મોતના બે જુદા જુદા બનાવો નોંધાયા છેઃ રતનાલ ગામની સીમમાં પોતાની વાડીએ સવારના સમયે પાણી વાળી રહેલા માવજીભાઈ જીવાભાઈ માતા (આહીર, ઉ.વ. ૫૨)ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અને હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેમને સરકારી હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. ભત્રીજા મુકેશભાઈ કાનજીભાઈ માતાની જાહેરાતના આધારે પોલીસે નોંધ કરી છે.અંજારના જીમખાના પાસે આવેલ શેખ ફળિયામાં રહેતા બાયાબેન સાલેમામદ શેખ (ઉ.વ. ૪૫) બપોરના સમયે પોતાના ઘરમાં ખાટલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અંજાર સી.એચ.સી. હોસ્પિટલ ખાતે તબીબે મૃત જાહેર કરતા પો.સબ.ઈન્સ. આર.પી. જાડેજાએ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

Comments