ફતેહગઢ પાસે માલધારી પર ફાયરીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓનું સન્માન
ગાંધીધામ - કચ્છઉદય : રાપર તાલુકાના ફતેહગઢ નજીક ભોજનારી ડેમ પાસે રબારી સમાજના માલધારી પર ફાયરીંગ રાત્રે કરવામા આવ્યું હતું, જે અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આડેસરના બે આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડયા હતા. જેલ હવાલે કરી દીધા હતા તે બનાવ ઝડપી ઉકેલવા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલસીબી પીઆઇ જે.એમ. વાળા, રાપર પીઆઇ આર.એલ. ખટાણા તથા પોલીસ કર્મચારીઓનું સન્માન એસપી કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ સમયે રબારી સમાજના આગેવાનો લગધીરભાઈ રબારી, જીણાંભાઈ રબારી, સાજણભાઈ રબારી, લખાભાઈ રબારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.અધિકારીઓને રબારી સમાજના પહેરવેશ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
------

Comments