લાલન કોલેજના વિદ્યાર્થીઓએ માનસિક દિવ્યાંગો- વૃદ્ધો સાથે ગોષ્ઠી કરી
ભુજ - કચ્છઉદય : આર.આર. લાલન કોલેજ ભુજ નેશનલ સર્વિસ સ્કીમ યુનિટ -૧ અને ૨ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં રામદેવ સેવાશ્રમ પાલારા તથા એમ.એલ. ભક્તા વડીલોનો વિસામોની મુલાકાત લઇ તેઓની સાથે ગોષ્ઠી કરી તેઓને લાગણીસભર હુંફ અને પ્રેમ પૂરો પાડ્યો હતો.
ભુજ લાલન કોલેજનાં એનએસએસ પોગ્રામ ઓફિસર પ્રોફેસર ડો. મેહુલ શાહ, ડો. રમેશ વરચંદ, ડો. હેતલ મેરીયાનાં માર્ગદર્શન હેઠળ ગ્રુપ લીડર લક્ષ ઓઝા તથા કાર્યકરો પ્રકાશ મારવાડા અને ખુશીબેન વરસાણીની આગેવાની હેઠળ કોલેજનાં ૨૭ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ બંને સેવાશ્રમોનાં આશ્રિતો સાથે વાર્તાલાપ કરી તેઓને લાગણી સાથે પ્રેમરસ પૂરો પાડ્યો હતો તેમજ તેઓ સાથે ભજન-કીર્તન કરી તેઓની પણ રચનાઓ સાંભળી હતી. વૃદ્ધ વડીલોએ ખૂબ જ આનંદ-ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લઇ અનેરી ખુશી અનુભવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે બંને આશ્રમોની મુલાકાતે આવેલા વિદ્યાર્થી ભાઇ-બહેનોને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. વ્યવસ્થા પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દેવેન્દ્ર જીવાણી, રીતુબેન વર્મા, ચાંદુભા ચૌહાણ તથા મનીષ મારાજે સંભાળી હતી.
------------

Comments