કચ્છમાં દેવ ભાષાની પરીક્ષાઓ લેવાઇ
ભુજ - કચ્છઉદય : બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા લેવાતી સંસ્કૃતની પ્રબોધથી પ્રાજ્ઞ સુધીની પરીક્ષાઓ કચ્છ જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો ખાતે લેવાઈ હતી, જેમાં ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, ચુંદડી, ગણેશનગર, શાંતિનિકેતન, રાવલવાડી વગેરે પ્રાથમિક શાળાના કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષાનો પ્રારંભ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર કુલદીપ પટેલ તેમજ પુષ્પાબેન સોલંકી, પીર અનવરશા, માલસી માતંગ વગેરેના હસ્તે પેપરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરીક્ષાનું સુપરવિઝન આશાબેન સ્વાદિયાએ કર્યું હતું. ભૂમિકાબેન ફુરીયા તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડો.સત્યપ્રસાદદાસજી સ્વામીએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. આ પરીક્ષામાં કેશાબેન છાયા, મમતાબેન જોશી, ઠાકરબેન, પટેલબેન વગેરેએ જે-તે કેન્દ્રમાં પરીક્ષાનું સંચાલન કર્યું હતું એવું કેન્દ્રના મુખ્ય સંચાલક વિભાકરભાઈ અંતાણીએ જણાવ્યું હતું. આશિષ વૈદ્ય, આશાબેન સ્વાદિયાએ પ્રબોધની મૌખિક પરીક્ષાનું સંચાલન કર્યું હતું. વ્યવસ્થા અનસુયાબેને સંભાળી હતી.
-------------------------

Comments