Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં બની રહેલા રોડ-રસ્તાઓમાં લોટ-પાણીને લાકડાનો તાલઃ  કાગળ પર કડક નિયમો, પણ સાઈટ પર અધિકારીઓના આંખે પાટા!

21 September

મનપા વહીવટીતંત્ર-માટીપગા અધિકારીઓની ભ્રષ્ટ નિષ્કાળજી



કોન્ટ્રાક્ટરો અને ઈજનેરોની મીલીભગતથી કરોડોનું આંધણ : વિજિલન્સ અને થર્ડ પાર્ટી ઓડિટ સુસપ્ત અવસ્થામાં, પ્રાદેશિક કમિશનર અને ગાંધીનગરથી સરપ્રાઈઝ ચેકિંગની ઉગ્ર માંગ


મનપા તંત્રનો ડામરનો પ્લાન્ટ કયાં છે? ત્યાં કયારે કયારે કયા કયા એન્જીનીયરો માલની ગુણવત્તાની કરે છે ચકાસણી? રજિસ્ટ્ર નિભાવ થાય છે કે કેમ? તેમાં કોની કોની કયારે કયારે બોલે છે હાજરી? : ડામર ગોડાઉન પર ૧ એન્જીનીયર બેસે, માલની ગુણવત્તાને ચકાસે તે બાદ એ જ ગાડીઓ સાઈટ પર પહોચી કે વચ્ચે અન્યત્ર ખાલી થઈ ગઈ? તેના ક્રોસ વેરીફીકેશન માટે સાઈટ પર પણ એક એન્જીનીયર બેસાડવાનો હેાય છે? મનપા દ્વારા આવુ કેટલા કિસ્સામાં કરાયુ? થર્ડ પાર્ટી ઈન્સપેકશન કેાણ કરે છે?


ટ્રાફીકના ભારણના લીધે રસ્તાની સપાટી સહેજ ઉખડી ગઈ છે, રીપેરીંગ કર્યુ છે,બાકી કોઈ કચાશ નથી રખાઈ : સંજયભાઈ પટેલ(કામ કરનાર ઠેકેદાર) : આ સંદર્ભે ચોકકસાઈ રાખવા જરૂરી સુચનો આપ્યા છે, ઉપરાંત પણ ફરીથી તપાસ કરાવી સબંધિત અધિકારીઓને ગુણવતામા બાંધછોડ ન થાય તે જોવા નિર્દેશ આપીશુ : શ્રી દવેરા(કમિશ્નરશ્રી ગાંધીધામ મનપા)



ગાંધીધામ :  શહેરમાં હાલ ચાલી રહેલા રોડ-રસ્તાના નિર્માણ કામોમાં ગુણવત્તાના તમામ નિયમોને નેવે મૂકીને મોટા પાયે લોટ-પાણીને લાકડાનો તાલ ખેલાઈ રહ્યો હોવાનો ધડાકો થયો છે. ટેન્ડર દસ્તાવેજોમાં ગાંધીનગરથી કાગળ પર કડક નિયમો બનાવવામાં આવે છે, પરંતુ સાઈટ પર રોડનું કામ શરૂ થાય ત્યારે આ તમામ નિયમો હવામાં ઉડી જાય છે. એસ.આર.સી. ઓફિસની બાજુમાં ઝુમ્માપીર ફાટક પાછળ હરિઓમ ટ્રસ્ટવાળો રોડ હોય, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલવાળો માર્ગ હોય, એરપોર્ટ રોડ કે વરસામેડી સીસી રોડ હોય — તમામ સ્થળે નબળા કામના કારણે કાંકરીઓ નીકળી ગઈ છે અને ઉનાળાના ધૂળિયા પવનમાં રસ્તાઓ ધોવાઈ રહ્યા છે. નસીબ સારા છે કે હજુ મુસળધાર વરસાદ પડ્યો નથી, બાકી બે ઝાપટાંમાં જ આ અબજોના રસ્તાઓ તણાઈ જાય તેમ છે. જો આ નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરો અને આંખ આડા કાન કરનાર ઈજનેરો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી ટેન્ડરો અને પ્રજાના ટેક્સના નાણાં આ જ રીતે ખાડામાં જશે. પ્રાદેશિક કમિશનર અને ઉચ્ચ તંત્ર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી લોકમાગણી પ્રબળ બની છે.આ સંદર્ભે કામ કરનાર ઠેકેદાર સંજયભાઈ પટેલની સાથે વાતચીત કરતા તેઓએ ક્હયુ હતુ કે, અમને કામની ગુણવત્તા બાબતે કોઈ નોટીસ મળી નથી, રસ્તાની સપાટી સહેજ ઉખડી ગઈ હતી, ટ્રાફીકના ભારણના લીધે આવુ થયુ છે, રીપેરીંગ કરી દેવાયુ છે થોડુ બાકી છે તો એ પણ કરી દઈશુ. જો કે, આરસીસી રસ્તા પર ડામર પાથરી દેવાયો છે, તે અંગે તેમણે જણાવ્યું હતુ કે, બધે ડામર નથી, જોઈન્ટ પાસે જડામર પાથરેલો છે.  તો વળી ઓસ્લો ગાયત્રી વિસ્તારમાં રસ્તાનું કામ કરનાર ઠેકેદાર પ્રકાશભાઈ સોરઠીયાની સથે વાતચીતનો પ્રયાસ તેમના ફોનની ઘંટડી રણકતી રહી હોવાથી વિફળ નીવડયો હતો. બીજીતરફ આ બાબતે ગાંધીધામ મનપા કમિશ્નરશ્રીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, જયા ફરીયાદ આવેલી હતી તે બાબતે સબંધિતનોે જરૂરી સુચનો આપ્યા હતા, ઉપરાંત પણ હજુય અધુરાશો રહી હશે તો ફેરચકાસણી માટે સબંધિત તંત્ર-અધિકારીને નિર્દેશો આપીશુ તેમ જણાવ્યુ હતુ.


..............
ડામર પ્લાન્ટથી સાઈટ સુધી ચોરીનો 
મોટો ખેલ : ઈજનેરો ગેલમાં !

રોડ નિર્માણમાં સૌથી મહત્વની ભૂમિકા ડામર પ્લાન્ટ અને સાઈટ પરની હાજરીની હોય છે.



* પ્લાન્ટ પર ઈજનેર ગાયબઃ નિયમ મુજબ ડામર અને કાંકરીના યોગ્ય રેશિયો  માટે ડામર પ્લાન્ટ પર ઈજનેરનું બેસવું ફરજિયાત છે. ગાડી નીકળે ત્યાંથી લઈને સાઈટ પર પહોંચે ત્યાં સુધી ટેમ્પરેચર અને માલનું મિશ્રણ જળવાવું જોઈએ, પરંતુ ઈજનેરો પ્લાન્ટ પર જવાનું ટાળે છે.
* ગાડીઓની હેરાફેરીઃ સાઈટ પર ૧૦ ગાડી માલની જરૂરિયાત સામે ૧૦ ગાડી આવે છે કે બે ગાડીઓ બારોબાર વેચાઈ જાય છે, તેનું કોઈ રજિસ્ટર કે ક્રોસ-વેરિફિકેશન થતું નથી. *રોલિંગ અને કેમ્બર (સ્લોપ)માં ધાંધિયા : રોડ પર ઝાડ આવતા હોય ત્યાં પ્રોપર રોલિંગ કરાતું નથી, કારણ કે વાઈબ્રેટિંગ રોલર ફેરવવાથી ડબલ પ્રેસ થઈને માલ વધુ વાપરવો પડે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે ડામર રોડ પર જે કેમ્બર (ઢાળ) રાખવો પડે તે જાળવવામાં આવતો નથી. સફાઈ કર્યા વગર, રેતી અને પાણીના ખાબોચિયાં સાફ કર્યા વિના જ રોડ પર ડામર 
પાથરી દેવાય છે, જેનાથી થોડા જ સમયમાં ખાડા પડે છે. *વોરંટી અને લેયર નિયમોનો ભંગઃ શહેરમાં સામાન્ય રીતે ૩ લેયરનું મજબૂત કામ થવું જોઈએ, પરંતુ ૨ લેયરમાં જ પતાવી દેવાય છે. બીએમ અને સીલકોટ 
પછી ઠેકેદારે ૩ વર્ષની મેન્ટેનન્સ વોરંટી આપવી પડે, પણ અધિકારીઓ બીજી વખત પણ ટેન્ડર બહાર પાડીને પ્રજાના પૈસા બગાડે છે.


...............

ગુરુકુળ વિસ્તાર અને સીસી રોડમાં ક્રેક છુપાવવા ડામરનો અખતરો!

ગાંધીધામ : ગુરુકુળ વિસ્તારમાં બનેલા આરસીસી રોડમાં મોટી-મોટી તિરાડો પડી જતાં કોન્ટ્રાક્ટર અને ઈજનેરોએ પોતાની પોલ છુપાવવા માટે તિરાડો પર ડામર પાથરી દીધો છે! ખરેખર સિમેન્ટ રોડમાં તાપમાનના તફાવત (ઉનાળામાં પ્રસરણ અને શિયાળામાં સંકોચન) માટે એક્સપાન્શન જોઈન્ટ કરવાનો હોય છે. તેને બદલે આખાય રોડ પર ડામર ચોંટાડીને આઈવોશ કરાયો છે.

...................
તપાસનો થર્મોમીટરઃ કાગળ પર કડક ચકાસણી, સાઈટ પર કેટલી?

ગાંધીધામ મનપાના ઈજનેરો અને અધિકારીઓ ક્યાં અને કેવું ચેકિંગ કરે છે? તેના પર સળગતી સ્થિતિ


તપાસનો તબક્કો  નિયમ મુજબ શું ચેકિંગ થવું જોઈએ?  મનપા ઈજનેરો સાઈટ પર કેટલું ચેકિંગ કરે છે? 



૧. ડામર પ્લાન્ટ વેરિફિકેશન ઼ ડામર-કાંકરીનો યોગ્ય રેશિયો (મ્સ્/સીલકોટ) જળવાય છે કે નહીં તે માટે ઈજનેરે પ્લાન્ટ પર હાજર રહેવું. ઼ ઝીરો ટકાઃ ઈજનેરો ડામર પ્લાન્ટ પર જવાનું સાવ ટાળે છે. ગાડીઓ સાઈટ પર ક્યારે પહોંચી તેનો કોઈ હિસાબ નથી. ઼઼ ૨. માલ અને ગાડીઓની સંખ્યા ઼ સાઈટ પર જરૂરી ગાડીઓ (૧૦ ગાડીની જરૂર હોય તો ૧૦ ગાડી) આવી કે બારોબાર વેચાઈ ગઈ તેનું રજિસ્ટર. ઼ કાગળ પર જ મંજૂરીઃ કેટલી ગાડી આવી તેનું ક્રોસ-વેરિફિકેશન કર્યા વિના જ કોન્ટ્રાક્ટરની સહીઓ પર બિલો બને છે. ઼ ૩. રોલિંગ, કેમ્બર અને સ્લોપ ઼ વરસાદી પાણીના નિકાલ માટે રોડ પર કેમ્બર (ઢાળ) જાળવવો અને પ્રોપર વાઈબ્રેટિંગ રોલિંગ કરાવવું. ઼ દુર્લક્ષઃ રોલિંગ ડબલ પ્રેસ ન કરવું પડે એટલે વાઈબ્રેટર વાપરવામાં આવતું નથી. ઢાળ વગરના રસ્તા બને છે. ઼૪. ક્યુબ અને સ્ટ્રેન્થ ટેસ્ટ ઼ ૨૮ દિવસના ક્યુરિંગ બાદ સરકારી કે માન્ય લેબમાં સીસી રોડના ક્યુબ અને કોર-કટિંગ ટેસ્ટ કરવા. ઼ શંકાસ્પદ કામગીરીઃ ટેસ્ટિંગ રિપોર્ટ સરકારી લેબના બદલે ખાનગી કે મેળવી લીધેલા રિપોર્ટના આધારે સંતોષ મનાય છે. ઼ ઼૫. થર્ડ પાર્ટી અને સરપ્રાઈઝ ચેકિંગ ઼ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા કામની ગુણવત્તાનું નિષ્પક્ષ ઓડિટ અને કમિશનર/વિજિલન્સનું સરપ્રાઈઝ ચેકિંગ. ઼ ઘોર નિષ્ક્રિયતાઃ તિરાડો પર ડામર પાથરી દેવા છતાં થર્ડ પાર્ટી ચુપ રહે છે. મોટું સરપ્રાઈઝ ચેકિંગ હજુ સુધી યોજાયું જ નથી. 


...................
ગાંધીધામની પ્રજા માંગ કરી રહી છે કે,

*થર્ડ પાર્ટીને બ્લેકલિસ્ટ કરોઃ ગુણવત્તા ચકાસ્યા વગર બિલ મંજૂર કરતી થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે. *સરપ્રાઈઝ ચેકિંગ ઈન્સ્પેક્શનઃ રાજકોટ પ્રાદેશિક કમિશનર અને ગાંધીનગરથી વિજિલન્સની ટીમ મોકલીને ગાંધીધામના તમામ રોડ-રસ્તાના કામોનું સ્થળ પર સરપ્રાઈઝ ચેકિંગ કરાવવામાં આવે.* સરકારી લેબમાં ટેસ્ટિંગઃ તમામ સીસી અને ડામર રોડના કોર-કટિંગ અને ક્યુબ ટેસ્ટ સરકારી લેબોરેટરીમાં કરાવીને રિપોર્ટ જાહેર કરવામાં આવે.

................
થર્ડ પાર્ટી ઓડિટ અને વિજિલન્સ સામે સળગતા સવાલો!

ગાંધીધામ : મહાનગરપાલિકા/તંત્ર દ્વારા થર્ડ પાર્ટી ઓડિટ એજન્સીઓને કરોડો રૂપિયા ચુકવવામાં આવે છે, છતાં આ થર્ડ પાર્ટી એજન્સીઓ કેમ ચૂપ છે? ગુરુકુળ વાળા નબળા કામમાં થર્ડ પાર્ટીએ શું રિપોર્ટ આપ્યો? શું થર્ડ પાર્ટી અને ઈજનેરોની મિલીભગત છે?


...........

શહેરના સીસી રોડના કામોમાંમાં ગંભીર ઘોટાળા

૧.સિમેન્ટ રજિસ્ટરઃ  સાઈટ પર સિમેન્ટની કેટલી ગાડી આવી, કયો માલ ઠલવાયો તેનું કોઈ રજિસ્ટર રખાતું નથી.
૨. ખારી રેતીનો ઉપયોગઃ રોયલ્ટી વાળી અને ચાળેલી રેતી વાપરવાના બદલે ખારી અને બિન-ચાળેલી રેતી વાપરીને ભ્રષ્ટાચાર કરાય છે.
૩. ક્યુબ ટેસ્ટ અને ક્યુરિંગઃ ૨૮ દિવસ સુધી પાણીના ક્યુરિંગ બાદ સરકારી કે માન્ય લેબોરેટરીમાં રોડની સ્ટ્રેન્થ માપવા ક્યુબ ટેસ્ટ કરાવવા પડે. આ ક્યુબ ટેસ્ટના 
રિપોર્ટ ક્યાં છે? કોણે કર્યા? તેની કોઈ જ ગંભીર નોંધ લેવાતી નથી.

 

Comments

COMMENT / REPLY FROM