અંજારના તુણાની ૪.૪૦ કરોડ ની જમીન પચાવી પાડવાનું આંતરરાજ્ય કૌભાંડ : નકલી મહિલા ઉભી કરી દસ્તાવેજ બનાવી લીધો !
તુણાની રૂ. ૪.૪૦ કરોડની કરોડોની જમીન હડપવાનું બોગસ પાવર ઓફ એટર્ની આચરતું આંતરરાજ્ય કૌભાંડઃ મુંબઈના થાણે ખાતે નકલી મહિલા ઉભી કરી દસ્તાવેજ નોંધાવી દીધા
અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીની જમીન પર કૌભાંડીઓની નજરઃ બોગસ આધાર-પાન કાર્ડ બનાવી રૂ. ૫૦૦ના સ્ટેમ્પ પર નોટરાઈઝ્ડ કરાર અને પાવર ઓફ એટર્ની બનાવી આચરાઈ મહાઠગાઈ
અંજારના દાબડા ગામના રાજેશ ગામોટ સહિત મુંબઈના સાક્ષીઓ સામે ગુનો દાખલ; પોલીસ તપાસનો ધમધમાટ : શાજેશ અને હુસેન આણી ટોળકી સામે અગાઉ પણ લેન્ડગ્રેબીંગ જેવા કેસો થયા હોવાની છે ચર્ચા : હવે તો આવા તત્વો સામે ગુજસીટોક જ કરવી જોઈએ દાખલ
ગાંધીધામઃ અંજાર તાલુકાના તુણા ગામે આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે બોગસ મહિલા અને બનાવટી ઓળખપત્રો ઊભા કરીને મોટું આંતરરાજ્ય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સસંસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીની ગેરહાજરીનો લાભ ઉઠાવી, મહારાષ્ટ્રના થાણે ખાતે બોગસ પાવર ઓફ એટર્ની અને વેચાણ કરાર બનાવી રૂ. ૪.૪૦ કરોડથી વધુની જમીનની છેતરપિંડી આચરવામાં આવી છે. આ બાબતે સામે આવતી માહીતી અનુસાર બોગસ રજિસ્ટ્રાર પાવર ઓફ એટર્ની બનાવી કરોડોની જમીન સાટા કરાર નોટરી બનાવી તુણા સીમમાં સવે ન.બર રપ વાળીમાં રાજેશભાઈ ગામોટ રહે. દબડા અંજાર અને હુસેનભાઈ કુંભાર આણી ટોળકીએ કરોડોના કૌભાંડની છેતરપીંડી કરી હોવાનુ ફરીયાદમાં દર્શાવવામા આવ્યુ છે. જે બાબતે મનીષાબેન કીરીટભાઈ હાલાણીએ મુંબઈનાઓએ થાણે કપુરવાડી પોલીસ મથકમા રાજેશ ગામોટ આણી શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાવેલ છે. જાણકારો કહી રહ્યા છે કે આ ગેગ પર અગાઉ પણ લેન્ડગ્રેબીંગ અને જમીન પચાવી પાડવાના ગુનાઓ પણ નેાધાયેલા છે. આવા જમીન માફીયાઓ વિરૂદ્ધ ગુજસીટોક દાખલ કરવી જોઈએ જેથી માથાભારે અને ચમરબંધી બની ફરતા આવા અન્ય તત્વેામા પણ કાયદાની ધાક પ્રસ્થાપિત થવા પામી શકે.આ સંદર્ભે જેમની સામે આક્ષેપો તથા ફરીયાદ કરાઈ છે તેવા અંજારના રાજેશભાઈ ગામોટની સાથે વાતચીત કરવાનો પ્રયાસ તેમના ફોન નંબર સતત બંધ જ આવતા હોવાથી વિફળ નિવડયો હતો. તો વળી બીજીતરફ ફરીયાદકર્તા કીરીટભાઈ હાલાણીની સાથેવાતચીત કરાવમા આવતા તેઓએ ક્હયુ હતુ કે, અમારા નામે આધાર પુરાવા વાળી જમીન અંજારના રાજેશ ગામોટ સહિતનાઓએ અમે અમેરીકા હતા એ દરમ્યાન ખોટા સાટા કરાર અને પાવરનામુ બોગસ આધારકાર્ડ સહિતના આધારો રજુ કરી અને પડાવવાનો પ્રયાસ કર્યો હતો. મારા ધર્મપત્ની મનીષાબેન હાલાણી પણ અમેરીકા જ હતા, તો તેમના નામે અન્ય કેાઈ નકલી મહીલાનો ફોાટે મનીષા બેન તરીકે દર્શાવવી અને ખોટા આધારો ઉભા કરાયા હતા. આજે પણ ઓનલાઈનમાં રાજેશ ગામોટ દ્વારા રજુ કરાયેલા આધારો ચેક કરવામા અવે છે તો તે ફેક જ દર્શાવે છે. કૌભાંડ મુંબઈમા થયુ હોવાથી અમે
થાણેમાં ફરીયાદ કરી છે અને પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કાયદેસરની થાય તેવી માંગ કરાઈ છે. રહી વાત અમારા બાબેતની તો મારા પિતા અને દાદા ખેડુત ખાતેદાર હતા તે આધારે જ મે જમીન ધારણ કરેલી છે. અને આઈટીમાં પણ જે જમીનો નિયમ અનુસાર દૃશાવવાની હોય તે દર્શાવેલી છે એટલે એ વાતો પાયાવિહોણી હોવાનુ કિરિટભાઈ હાલાણીએ જણાવ્યુ હતુ.
......................
મુળ જમીન માલિકના અમેરિકા પ્રવાસ દરમિયાન ઘડાયું કારસો
નકલી મહિલા અને બોગસ દસ્તાવેજોનું મોટું રેકેટ
ગાંધીધામ : કેસની વિગતો મુજબ, સાયન્સ સિટી રોડ (અમદાવાદ) ખાતે રહેતા અને પીજીવીસીએલના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર કિરીટકુમાર હાલાણી અને તેમના પત્ની મનીષાબેન હાલાણીની અંજારના તુણા ગામે સર્વે નંબર ૨૫ માં ૨.૯૨.૩૯ હેક્ટર (આશરે ૭ એકર ૦૯ ગુંઠા) કિંમતી જમીન આવેલી છે. માર્ચ ૨૦૨૬માં દંપતી અમેરિકામાં રહેતી પોતાની દીકરી પાસે ગયું હતું. આ દરમિયાન ૨૪ જૂન ૨૦૨૬ના રોજ તેમના એક મિત્રનો ફોન આવતા જાણવા મળ્યું હતું કે તેમની તુણા ગામની જમીનના પાવર ઓફ એટર્ની અને વેચાણ અંગેના અહેવાલો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દંપતીએ તપાસ કરાવતાં ભોપાળું બહાર આવ્યું હતું કે, અંજાર તાલુકાના દબડા (શિવાજીનગર) ખાતે રહેતા રાજેશકુમાર મોહનલાલ ગામોટ નામના શખ્સે અન્ય સાગરીતો સાથે મળીને મનીષાબેનના નામના બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ તૈયાર કરાવ્યા હતા. મૂળ મકાન માલિકના બદલે એક અજાણી નકલી મહિલાને ઊભી રાખીને થાણેના બાલ્કુમ ખાતે આવેલા સબ-રજિસ્ટ્રાર કાર્યાલય (ઓફિસ નં. ૧૨)માં તારીખ ૦૯ જૂન ૨૦૨૬ના રોજ બોગસ પાવર ઓફ એટર્ની (દસ્તાવેજ નં. ૮૧૮૭/૨૦૨૬) નોંધાવી દીધો હતો.આ ઉપરાંત, મુંબઈના વડાલા ખાતે એડવોકેટ ગુપ્તાની નોટરી સમક્ષ ૦૮ જૂન ૨૦૨૬ના રોજ રૂ. ૫૦૦ના સ્ટેમ્પ પેપર પર રૂ. ૪,૪૦,૭૨,૫૦૦/- ની માતબર રકમનો વેચાણ કરાર અને ટોકન મની એગ્રીમેન્ટ પણ નોટરાઈઝ્ડ કરાવી લીધો હતો. જેમાં રૂ. ૧૦.૭૨ લાખ પ્રારંભિક રકમ ચૂકવાઈ હોવાનું ખોટું દર્શાવવામાં આવ્યું હતું.
................
સમગ્ર કૌભાંડ તંત્રની છટકબારીનો ગેરલાભ
ઉઠાવીને આચરાયું હોવાનો વર્તારો
વહિવટી/કાનૂની રીતે બોગસ દસ્તાવેજ બન્યા હોવાના ફલિત થતા મુદ્દા : ૧. સત્તાક્ષેત્ર નો દુરુપયોગઃ જમીન ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલી હોવા છતાં, પાવર ઓફ એટર્નીની નોંધણી મહારાષ્ટ્રના થાણે (બાલકુમ રજિસ્ટ્રાર ઓફિસ) ખાતે કરવામાં આવી, જેથી સ્થાનિક ચકાસણી ટાળી શકાય. ર. ઓળખપત્રોની બનાવટ અને બાયોમેટ્રિક ચકાસણીનો અભાવઃ મૂળ મકાનમાલિકના ફોટા અને સરનામામાં ફેરફાર કરીને બોગસ આધાર-પાનકાર્ડ ઊભા કરાયા. થાણે રજિસ્ટ્રાર કચેરીમાં સબ-રજિસ્ટ્રાર દ્વારા બાયોમેટ્રિક (અંગૂઠા કે ફેસ આઈડી) અને અસલ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વિના જ દસ્તાવેજ નોંધાઈ ગયો. ૩.નોટરીની બેદરકારી કે સંડોવણીઃ વડાલા (મુંબઈ) ખાતે રૂ. ૪.૪૦ કરોડ જેટલી મોટી રકમનો વેચાણ કરાર માત્ર રૂ. ૫૦૦ ના સ્ટેમ્પ પર નોટરાઈઝ્ડ કરી દેવાયો, જેમાં રૂ. ૧૦.૭૨ લાખ ચૂકવાયા હોવાનો ઉલ્લેખ છે પણ તે રકમ કઈ રીતે ચૂકવાઈ (રોકડ, ચેક કે બેંક ટ્રાન્સફર) તેની કોઈ વિગત જ દર્શાવવામાં આવી નથી. ૪. સાક્ષીઓની શંકાસ્પદ ભૂમિકાઃ મુંબઈ અને થાણેના સ્થાનિક ઇસમોએ જમીન કે મકાનમાલિકની ઓળખ કર્યા વિના જ સાક્ષી તરીકે સહીઓ કરી આપી.
...............
ગેરહાજરીનો લાભ ઉઠાવી દ્ગઇૈં મહિલાની ૪.૪૦ કરોડની જમીન હડપવાનો પ્રયાસઃ આરોપી રાજેશ ગામોટની આગોતરા જામીન અરજી ફગાવતી થાણે કોર્ટ
થાણેઃઅમેરિકા ગયેલી ગુજરાતની દ્ગઇૈં મહિલાની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી, ડમી મહિલા ઊભી કરીને ૪.૪૦ કરોડની કિંમતી જમીન હડપ કરવાના રચાયેલા કાવતરા કેસમાં આરોપી રાજેશકુમાર મોહનલાલ ગામોટની આગોતરા જામીન અરજી થાણેની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હ્લૈંઇ (ઝ્ર.ઇ. ર્દ્ગ. ૈં-૩૯૧/૨૦૨૬) મુજબ, ફરિયાદ કરનાર મૂળ ગુજરાતની મહિલા તેના પતિ સાથે અમેરિકા ગઈ હતી. આ સમયગાળા દરમિયાન આરોપી રાજેશકુમાર ગામોટ અને તેના સાગરીતોએ એક ડમી મહિલાને મૂળ માલિક તરીકે રજૂ કરી, બનાવટી આધાર કાર્ડ તેમજ પાન કાર્ડનો ઉપયોગ કરીને બનાવટી ‘પાવર ઑફ એટર્ની’ અને ૪.૪૦ કરોડનો વેચાણ કરાર તૈયાર કરાવી લીધો હતો. આ ઉપરાંત, આ જમીન પેટે ૧૦.૭૨ લાખનું ટોકન ચૂકવ્યાનું દર્શાવી મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો.અરજદારે પોતે નિર્દોષ હોવાની અને પોતે પણ છેતરાયા હોવાની રજૂઆત કરી હતી. જોકે, સરકારી વકીલ અને તપાસ એજન્સીએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે જમીન અને તમામ પક્ષકારો ગુજરાતના હોવા છતાં, મહારાષ્ટ્રના થાણે ખાતે આવીને દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. સાક્ષીઓ અને પક્ષકારોના સરનામાં પણ ખોટા દર્શાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ ડમી મહિલા અને બનાવટી દસ્તાવેજો બનાવનાર ગેંગની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. તમામ પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ એસ. પી. અગરવાલે નોંધ્યું હતું કે પ્રથમદર્શી રીતે આ એક ગંભીર અને આયોજિત ગુનો છે. આરોપીને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે. આથી, કોર્ટે રાજેશકુમાર ગામોટની આગોતરા જામીન અરજી ના મંજૂર કરી છે.

Comments