ગાગોદર પોલીસનો મોટો દરોડો : વેકરા સીમની વાડીમાંથી ૧૯ જુગારીઓ રૂ. ૭.૩૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
રાપર : રાપર તાલુકાના વેકરા ગામની સીમમાં આવેલ ભક્તા વાડીના ખુલ્લા પતરાના શેડમાં ચાલતા જુગારધામ પર ગાગોદર પોલીસે દરોડો પાડી ૧૯ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.ગાગોદર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હસમુકભાઈ સેંધવની બાતમી આધારે પાડવામાં આવેલા દરોડામાં સ્થળ પરથી રોકડ રકમ રૂ. ૧,૧૦,૦૩૦/-, ૧૨ નંગ મોબાઈલ ફોન (કિં. રૂ. ૫૨,૫૦૦/-), ૧૦ મોટરસાયકલ (કિં. રૂ. ૩,૨૦,૦૦૦/-) અને સ્વિફ્ટ ગાડી નં. GJ-12-EE-6235 (કિં. રૂ. ૨,૫૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૭,૩૨,૫૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.ઝડપાયેલા આરોપીઓમાં હરીસિંહ જોરૂભા વાઘેલા, અખાભાઈ મકવાણા, રમેશ ઝાલા સહિત કિડીયાનગર અને રાપર વિસ્તારના ૧૯ ઈસમોનો સમાવેશ થાય છે.

Comments