Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.ના જોષી રોનકની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ 

18 September


ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં વર્ષ ૨૦૨૫માં અભ્યાસક્રમ પૂર્ણ કરનાર જોષી રોનક હિતેન્દ્રભાઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ભરતી પરીક્ષામાં ૪૪મો રેન્ક મેળવી સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ સાથે તેમણે પોતાના પરિવારની સાથે કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગનું નામ પણ ગૌરવભેર રોશન કર્યું છે. સફળતાના પ્રથમ મહત્વપૂર્ણ પગથિયા સુધી પહોંચવામાં માતા-પિતાના આશીર્વાદ, શિક્ષકોના સતત માર્ગદર્શન અને પોતાના અથાગ પરિશ્રમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ઉજ્જવળ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારા સમયમાં પણ તમે તમારા કાર્યક્ષેત્રમાં જ્ઞાન, નિષ્ઠા અને પ્રતિભા સાથે ઉત્તમ કામગીરી કરી, નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો અને સમાજ તથા સંસ્થાનું નામ વધુ ગૌરવભેર ઉજાગર કરો તેવી સર્વે તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM