‘સેવા આપવા સરકાર નાગરિકોને દ્વાર’ઃ કચ્છ જિલ્લામાં ૨૨મી સપ્ટેમ્બરથી ૫૧ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’ કેમ્પ યોજાશે
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓના લાભો પહોંચાડાશે
ભુજ - કચ્છઉદય : રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્યસ્તરે ૯ તાલુકાના ૫૧ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શહેરીક્ષેત્રમાં પણ જેમાં નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે પહોંચાડવામાં આવશે.
ભુજ તાલુકામાં તા.૨૨મીએ માનકુવા ખાતે માનકુવા કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળા, તા.૨૩મીએ બળદિયા ખાતે સરકારી પ્રા.કુમાર શાળા, તા.૨૫મીએ ધાણેટી ખાતે સરકારી પ્રા.કુમારશાળા, તા.૨૯મીએ કુનરીયા સરકારી પ્રા.શાળા, તા.૧ ઓક્ટોબરના કોટડા ઉગમણા ખાતે પ્રા.શાળા ખાતે, તા.૬ ઓક્ટોબરના ખાવડા ખાતે સીનીયર નાયબ મામલતદારની કચેરી, તા.૮ઓક્ટોબરના ભીરંડીયારા ખાતે રેઢારવાંઢ પ્રા.શાળા ક્લસ્ટરમાં સેવાસેતુ યોજાશે. જેમાં આસપાસના ગામોના લોકોને સરકારી સેવાઓના લાભો અપાશે.
ભચાઉ તાલુકામાં તા.૨૧ના જનાણ ખાતે પ્રા.શાળા, તા.૨૧ના ખારોઇ ખાતે પ્રા.શાળા, તા.૨૩ના આધોઇ કુમારશાળા , તા.૨૩ના ચિરઇમોટી ખાતે પ્રા.શાળા ખાતે, તા.૨૯ના કુંભારડી પ્રા.શાળા ખાતે, તા.૨૯ના કણખોઇ પ્રા.શાળા ખાતે, તા.૫ ઓક્ટોબરના કટારીયા જૂના પ્રા.શાળા , તા.૫ ઓક્ટોબરના વાંઢીયા પ્રા.શાળા ખાતે સેવાસેતુ યોજાશે. લખપત તાલુકામાં તા.૨૧ના માતાનામઢ પ્રા. શાળા, તા.૨૩ના ઘડુલી પ્રા.શાળા, તા.૨૫ના નરા પ્રા. શાળા, તા.૨૮ના પાન્ધ્રો પ્રા.શાળા, તા.૩૦ના કપુરાશી પ્રા.શાળા, તા.૫ ઓક્ટોબરના નારાયણ સરોવર, તા.૬ના ઓક્ટોબરના બરંદા પ્રા.શાળા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. નખત્રાણા તાલુકા ખાતે તા.૨૧ના અંગીયા નાના પ્રા.શાળા, તા.૨૩ના રામપર રોહા પ્રા.શાળા, તા.૨૫ના આમારા પ્રા.શાળા, તા.૨૮ના કાદિયા મોટા પ્રા.શાળા, તા.૩૦ના અરલ મોટી પ્રા.શાળા, તા.૬ ઓક્ટોબરના પાલનપુર બાડી પ્રા.શાળા ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે. માંડવી તાલુકામાં તા.૨૩ના મોમાયમોરા પ્રા.શાળા, તા.૩૦ના ગુંદીયાળી પ્રા.શાળા, તા.૬ના ઓક્ટોબરના રાયણ મોટી માધ્યમિક શાળા, તા.૯ ઓક્ટોબરના બાયઠ પ્રા.શાળા ખાતે સેવાસેતુ કેમ્પમાં આસપાસના ગામોના લોકો સહભાગી થશે.
અંજાર તાલુકામાં તા.૨૧ના સંઘડ પ્રા.શાળા, તા.૨૩ના સિનુગ્રા પ્રા.શાળા, તા. ૨૯ના રતનાલ પ્રા.શાળા, તા.૩૦ના હીરાપર પ્રા.શાળા, તા.૬ ઓક્ટોબરના મિંદીયાળા પ્રા.શાળા, તા.૭ ઓક્ટોબરના વરસામેડી પ્રા.શાળા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. રાપર તાલુકામાં તા.૨૧ના આડેસર પ્રા.શાળા, તા.૨૨ના ભીમાસર પ્રા.શાળા, તા.૨૩ના ફતેહગઢ પ્રા.શાળા, તા.૨૫ના બાલાસર પ્રા.શાળા, તા.૨૮ના રવમોટી પ્રા.શાળા, તા. ૨૯ના સુવઇ પ્રા.શાળા, તા.૩૦ના ચિત્રોડ પ્રા.શાળા, તા.૫ ઓક્ટોબરના માણબા પ્રા.શાળા, તા.૬ ઓક્ટોબરના ગાગોદર પ્રા. શાળા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે. મુંદરા તાલુકામાં તા.૨૧ના દેશલપર મહાજન સમાજવાડી, તા.૨૪ના ગુંદાલા અદાણીહોલ, સામાજીક વિકાસ કેન્દ્ર, તા.૩૦ના વિરાણીયા ક્ષત્રિય સમાજવાડી, તા.૭ ઓક્ટોબરના મોટા કપાયા મહાજન વાડી- કન્યાશાળા બાજુમાં સેવાસેતુ કેમ્પનું આયોજન કરાયું છે.
માંડવી નગરપાલિકા સેવા સેતુ અંતર્ગંત ટાગોર રંગભવન ખાતે તા.૨૪ના ૧ થી ૫ વોર્ડ તથા તા.૨૫ના ૬ થી ૯ વોર્ડનો, મુંદરા પાલિકા અંતર્ગંત તા.૨૨ના નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ ૧,૨,૩,૭ નો તથા તા.૨૩ના રોટરીહોલ ખાતે વોર્ડ નંબર ૪,૫,૬નો સેવાસેતુ યોજાશે. અંજાર પાલિકા હેઠળ તા.૨૫ના પાલિકા કચેરી ખાતે વોર્ડ ૧ થી ૫ તથા તા.૩ ઓક્ટોબરના પાલિકા કચેરી ખાતે વોર્ડ ૬ થી ૯નો સેવાસેતુ યોજાશે. ભુજ ખાતે તા.૨૨ના ભુજ પાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર ૧ થી ૬ તથા તા. ૨૯ ઓક્ટોબરના ટાઉનહોલ ખાતે વોર્ડ નંબર ૭ થી ૧૧ યોજાશે. નખત્રાણા નગરપાલિકા દ્વારા તા.૨૧ના વેપારીમંડળ હોલ ખાતે, જ્યારે ભચાઉ ખાતે તા.૨૪ના સરકારી હાઇસ્કુલ ખાતે તેમજ તા.૦૯ના નગરસેવા સેદન ખાતે કાર્યક્રમ યોજાશે. રાપર ખાતે તા.૨૧ના રાપર સેવા સદન ખાતે તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ના પુર્વ ઝોનનો પંડીત દિનદયાલ ઉપાધ્યાય હોલ તેમજ તા.૯ ઓક્ટોબરના પશ્ચિમ ઝોનો સેવા સેતુ કાર્યક્રમ લોહાણા સમાજવાડી આદિપુર ખાતે યોજાશે. નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
------------

Comments